ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી બન્યા IPS વિકાસ સહાય

Spread the love

અમદાવાદ

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાનો આજે 31મી જાન્યુઆરીએ કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે. ત્યારે વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યાં છે. જ્યારે નવા ડીજીપીની જાહેરાત આગામી દસ દિવસમાં કરવામાં આવશે.ઇન્ચાર્જ ડીજીપીની જાહેરાત થયા બાદ આવનારા 10 દિવસમાં જ્યારે યુપીએસસીની બેઠક મળશે તેમાં નવા ડીજીપીની જાહેરાત કરવામાં આવશે. ત્યારે ગુજરાતને સત્તાવાર નવા કાયમી ડીજીપી મળશે. આ સાથે જ રાજ્યમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સુરત શહેર પોલીસ કમિશનર અને વડોદરા શહેર પોલીસ કમિશનરની પણ બદલી થાય તેવી શક્યતાઓ લાગી રહી છે.અગાઉ રાજ્ય સરકાર દ્વારા નવા ડીજીપી માટે 6 આઈપીએસની પેનલ યુપીએસસીને મોકલવામાં આવી હતી.

1. અતુલ કરવાલઃ ગુજરાત કેડરના 1988 બેચના IPS અને હાલમાં કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર NDRFના DG

2. વિવેક શ્રીવાસ્તવ – સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના (IB) વિશેષ નિર્દેશક

3. વિકાસ સહાય – ADGP

4. અનિલ પ્રથમ – એડીજીપી

5. અજય તોમર – પોલીસ કમિશનર, સુરત

6. શમશેર સિંઘ – 1991 બેચના IPS અને હાલમાં વડોદરાના પોલીસ કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે

કોણ છે વિકાસ સહાય?

ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યભાળ સંભાળનાર આઇપીએસ અધિકારી વિકાસ સહાયની કામગીરી અને પ્રોફાઇલ પર નજર કરીએ તો આઇપીએસ વિકાસ સહાય વર્ષ 1989 બેચના IPS અધિકારી છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ લીધી હતી. તેમણે યુએન પીસ કીપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ સોંપણીઓ સંભાળી જ્યાં તેઓ 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા.

વિકાસ સહાય 1989 બેન્ચના છે IPS.

1999માં આણંદ SP હતા.

2001 થી 2005 સુધી અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં DCP તરીકે ફરજ બજાવી.

એડિશનલ CP તરીકે સુરત શહેરમાં ફરજ બજાવી.

2009 અને 2010માં CIDમાં આઈજી તરીકે ફરજ બજાવી.

સરકારના રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોજેકટ કામ કર્યું છે.

કરાઈ ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com