કોમન પ્લોટોમાં વાહન પાર્કિંગ, બગીચા, દબાણનો રાફડો છતાં મનપા આખા ગામની લાજ કાઢતી વહુ જેવો ઘાટ

Spread the love


ગુજરાતનું કહેવાતું પાટનગર ભલે અહીંયા થી પરિપત્રો ,આદેશો, કરાવો પસાર થતાં હોય અને આખા ગામને એટલે કે ગુજરાતના તમામ શહેર જિલ્લાની આદેશ આપીને ફફડાવતું હોય, પણ GJ-18 માં અહીંયા રહીશો જે દબાણ કાળો છે તેનાથી તંત્ર ફકડી જાય છે ત્યારે GJ-18 એટલે આખા ગામનો ઉતાર કહો કે ઓળખાણ, ગમે તે પાવરનો છેડો શોધી નાખે, ત્યારે મનપા લારી ગલ્લા દબાણના હટાવવાના હોય તો સિંહ માર્યા, બાકી રહીશોના પાકા દબાણો સામે લાજનો ઘૂંઘટો તાણે તે GJ-18 ની મનપા, ત્યારે કોઈ એવું સેક્ટર નથી કે જ્યાં દબાણ કરો એ દબાણ કર્યા હોય હવે તો રાત્રે રોડ પર તો લોકોએ મકાન કરતાં વધારે જગ્યામાં બગીચા બનાવી દીધા છે ત્યારે મનપાએ જે જગ્યા વાપરે છે તે સ્ક્વેર ફૂટ મુજબ ટેક્સ વસૂલવો જાેઈએ,

GJ-18 મનપા ખાતે દબાણોના રાફડા સામે દબાણ હટાવવાનું ફક્ત લારી ગલ્લા, પાકા દબાણ કારો સામે બિલ્લી ચૂપ, મિયાઉ મિયાઉ થઈ જાય આજ દિન સુધી દબાણ સેક્ટરોમાં હટાવ્યા નથી પાંચ વર્ષ પહેલા સેક્ટર ૨૪ નું દબાણ હટાવ્યું જે શ્રમજીવી નાનો વર્ગ રહે છે બાકી સેક્ટર-૧, ૨ જે વિસ્તારોમાં મનપાની તાકાત નથી કે દબાણ હટાવવા જાય તો તેમના પેન્ટ પણ ઉતરાવી દે તેવા સેટિંગ બાજાે રહે છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *