મ્યુનિ.કમિશનરે 8400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ 1082 કરોડનો વધારા સાથે રૂ.9482 કરોડનું સુધારા સાથેનું 2023 24નું બજેટ રજૂ કર્યું

Spread the love

જંત્રીમાં પણ 3 વર્ષ સુધી રાહત અપાઈ

રહેણાક મિલકત વેરો 16 રૂપિયાથી વધારીને 20 અને

બિનરહેણાક મિલકત વેરો 28 રૂપિયાથી વધારીને 34 રૂપિયા કરાયો

એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 12 ટકા રિબેટ મળશે

છેલ્લા 20 વર્ષના બાકી રહેલા ટેક્સના વ્યાજમાં માફી અપાઈ છે

લોકો વેરો ન ભરતા હોવાથી કોર્પોરેશને રૂપિયા 1500 કરોડની રકમનું વ્યાજ માફ કર્યું

અમદાવાદ

અમદાવાદ મહાનગરપાલિકાનું સ્ટેન્ડીંગ કમિટીએ સુચવેલ રૂ. ૧૦૮૨ કરોડના સુધારા સાથે સને ૨૦૨૩-૨૪ વર્ષ માટેનું કુલ રૂ. ૯૪૮૨ કરોડનું અંદાજપત્ર જેમાં રૂ. ૪૭૪.૯૧ કરોડની વિકાસ કામો માટે ફાળવણી કરાઈ છે.મેયર કિરીટભાઇ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટે.કમિટી ચેરમેન હિતેશ બારોટ તથા મ્યુ. કોર્પોરેશન ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ, ભા.જ.પ. દંડક અરૂણસિંહ રાજપૂત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સને ૨૦૨૩-૨૪ના સ્ટેન્ડીંગ કમિટીએ તૈયાર કરેલ ‘અંદાજપત્ર- એ’ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત વર્તમાન અંદાજપત્ર કરતા અગાઉ શહેરીજનો પાસેથી ૫૦૦ સુચનો મળ્યા.કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવતા તમામ પ્રોજેકટો સમયસર પૂર્ણ થાય અને તેનો છેવાડાના માનવીને લાભ મળે તે ધ્યાન રખાયું છે.

સ્ટે.કમિટી ચેરમેન હિતેશ બારોટે બજેટની માહિતી આપતા જણાવ્યું હતું કે વોર્ડ દીઠ 2 વ્હાઇટ ટોપીંગ રોડ માટે 250 કરોડ અને પર્યાવરણની યોગ્ય જાળવણી થાય તે માટે 15 કરોડના ખર્ચેસોસાયટીઓ, ચાલી, એપારમેન્ટમાં 80 લીટર ક્ષમતાવાળા ડસ્ટબીન અપાશે.ઉત્તર ઝોનના તપોવન સર્કલથી સમજુબા હોસ્પિટલથી વર્ષા સોસાયટી સુધીના રોડને મિલિંગ પદ્ધતિથી રોડ બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં હયાત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ડાયાલિસિસ સેન્ટર બનાવવા માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અર્બન હેલ્થ સેન્ટરના વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓ અંતર્ગત કરવામાં આવતી કામગીરીનું ઓનલાઈન એન્ટ્રી અને રિપોર્ટિંગ કરવા માટે 700 મોબાઈલ ફોન તથા હેલ્થ મેલેરિયા વિભાગ દ્વારા વાહકને અટકાયતી કરવામાં આવતી કામગરીઓની વિગતો સોફ્ટવેરથી ઓનલાઇન કરવા માટે 300 ટેબલેટ મેલેરિયા વિભાગના સ્ટાફને આપવા માટે 2 કરોડની ફાળવણી કરવામાં આવી છે.ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવા માટે 1 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ ઉપરાંત દરિયાપુર વોર્ડમાં આવેલ પાર્વતીભાઈ હોસ્પિટલ જે હાલમાં ખૂબ જ જર્જરિત હોવાને કારણે રિનોવેશન માટે 1 કરોડ ફાળવણી કરવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠક્કરનગર વોર્ડમાં પાર્શ્વનાથ ટાઉનશીપ નવા નરોડા ખાતે પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી તે સ્કૂલ તોડીને નવી અધ્યતન બિલ્ડીંગ બનાવવા માટે 3 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત નવા વાડજમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન શાળાનું પણ બિલ્ડીંગ તોડીને નવું અધ્યતન મ્યુનિસિપલ શાળા બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ચાંદખેડા વડમાં નવી પ્રાથમિક શાળા બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.અમદાવાદની જનતાને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પશ્ચિમ ઝોનમાં આવેલ રાણીપના બલોલ નગર પાસે અંડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ પાણી ટાંકી બનાવ માટે 2 કરોડ તેમજ ચાંદખેડા વોર્ડના ડી કેબીન વિસ્તારમાં પાણીના અપૂરતા પ્રેશર સમસ્યાઓથી કાયમી છુટકારો મેળવવા માટે અધિકાર સોસાયટી પાસે પાણીની ઓવેર હેડ ટાંકી બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની ઋતુ પહેલા શહેરની ડ્રેનેજ લઈને સાફ કરવામાં આવતી હોય છે. સફાઈ ની કામગીરી ઝડપથી થાય તે માટે ઝોન લેવલે 5 નવા સુપર સકર મશીન ખરીદ કરવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ ઊંચાઈવાળા બિલ્ડીંગોમાં આ બુજાવવા માટે 2 સ્નોરકેલ થતા ડ્રોન ઓપરેટિંગ વિહિકલ માઉન્ટેડ ફાયર ફાયટીગ સિસ્ટમ 3 નંગ ખરીદવા 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે.વિકાસ અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ હેબતપુર, ભાડજ, ઓગણજ, છારોડી, ગોતા, ત્રાગડ, સોલા, બોપલ, ઘુમા જેવા વિસ્તાર માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત નવા સમાવિષ્ટ થયેલ વિસ્તારોના નાગરિકોને પાયાની સુવિધા પ્રાપ્ત થાય તેમ જ ગ્રામ પંચાયત સમયના આયોજનો નવું સ્વરૂપ આપી ગામડાઓને સહેલી વિસ્તારની જેમ જ સુવિધાઓ આપવા માટે 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનની હદમાં પડેલા બોપલ વિસ્તારમાં નવું જિમનેશિયમ બનાવવા માટે 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.2036માં ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હોવાથી અમદાવાદ શહેરની મધ્યમાં આવેલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સરદાર પટેલ સ્ટેડિયમ જે હાલમાં ઉપલબ્ધ છે. પરંતુ વર્ષો જૂનો હોવાથી હાલતમાં છે.જેના ભાગરૂપે અમદાવાદ કોર્પોરેશન દ્વારા 25 કરોડના ખર્ચે સરદાર પટેલ નવીનીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક મહિલાઓ માટે એક યુગકમ મેડીટેશન સેન્ટર બનાવવાનું આયોજન માટે 7 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ માં નવ સ્પર્શ કોમ્પ્લેક્સ બનાવવા માટે પાંચ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.અમદાવાદ કોર્પોરેશનની જનતાને નવા પાર્ટી પ્લોટ તેમજ સુવિધા વાળા મળી રહે તે માટે અલગ અલગ વિસ્તારમાં બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેમાં દરીયાપુર કોમ્યુનિટી હોલના રિનોવેશન માટે 1 કરોડ,ચાંદખેડા વોર્ડમાં નવીનીકરણ માટે 1 કરોડ, નારણપુરા વોર્ડમાં પાર્ટી પ્લોટ બનાવવા માટે 2 કરોડ, ચાંદખેડા બોર્ડમાં ઓપન પાર્ટી પ્લોટ માટે 50 લાખ અને ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ રોડમાં સિનિયર સિટીઝન પાર્ક બનાવવા માટે 50 લાખની ફાળવણી કરવામાં આવી છે.સને ૨૦૨૩-૨૪ માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવતા ફીઝીયોથેરાપી સેન્ટરના મિલકતવેરામાં ૭૦% રીબેટ આપવામાં આવેલ છે.

રાજ્ય સરકારના સ્ટેમ્પ ડ્યુટી અને મુલ્યાંકન વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરેલ રીવાઈઝ નવી જંત્રીનો અમલ આગામી ૩ વર્ષ માટે મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષના હેતુસર ન કરવા ઠરાવવામાં આવે છે.વર્તમાન ઝડપી જીંદગીના તણાંવમાં રાહત મળે તે માટે ઝોન દીઠ મહિલાઓ માટે ૧ યોગા કમ મેડીટેશન સેન્ટર બનાવવાના આયોજન માટે રૂા. ૭.૦૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.ફાટક મુક્ત અમદાવાદ બનાવી શહેરના નાગરિકોને સરળતાથી અવર જવરના હેતુસર અસારવા- ઓમ નગર રેલ્વે અન્ડરપાસ બનાવવા માટે રૂા. ૫.૦૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.

ડ્રેનેજ લાઇનની સફાઇ કામગીરી ઝડપથી તથા અકસ્માતના અવકાશ વગર કરી શકાય તે હેતુથી ઝોન લેવલે ૫ નંગ નવા સુપર સકર મશીન ખરીદ કરવા માટે રૂા. ૧૦.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.શહેરમાં વધુ ઉંચાઇવાળા બિલ્ડીંગોમાં આગ બુઝાવવા અને લોકોના જાન-માલ નું રક્ષણ કરવાની કામગીરી માટે ૦૨ સ્નોરકેલ તથા ડ્રોન ઓપરેટેડ વ્હીકલ માઉન્ટેડ ફાયર ફાઇટીંગ સીસ્ટમ નંગ ૦૩ ખરીદવા માટે હાલના તબક્કે રૂા. ૧૦.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.ભગવાન જગન્નાથજીના મંદિરથી નિકળતી રથયાત્રા વિશ્વના અનેક દેશો માટે આકર્ષણ અને અભ્યાસનો વિષય છે. આ પરંપરાને વધુ નિખારવા ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુર ખાતેના રથયાત્રાના રૂટ પર હેરીટેજ વોક અંતર્ગત બ્યુટીફીકેશનનું કામ કરવા રૂા. ૭.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.

ઘન કચરાનાં નિકાલના અંગે થતાં પરિવહનના ખર્ચમાં બચત કરવા, પ્રદૂષણ ઘટાડવા તેમજ ટ્રાફિકની ગીચતા ઘટાડવામાં પણ મદદરૂપ બનશે તે માટે પ્રાથમિક તબક્કે રૂ. ૧૦.૦૦ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.કચરાના નિકાલ માટે ૫૦૦ ટી.પી.ડી.ના પ્રોસેસીંગ પ્લાન્ટ માન્ય. સરકારની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ગ્રાંટમાંથી બનાવવાનું ઠરાવવામાં આવે છે તે માટે પ્રાથમિક તબક્કે ગ઼. ૨.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. સરસપુર ગામતળમાં આવેલ હઠીસિંગ મીલની ૪૦ % કપાત જગ્યામાં ગાર્ડન બનાવવાનું આયોજન કરવા રૂા. ૨.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે. ચાંદખેડા વોર્ડમાં સ્નેહપ્લાઝા રોડ પર એફ.પી. ૩૯૮માં સીનીયર સીટીઝન પાર્ક બનાવવા રૂ. ૦.૫૦ કરોડ ફાળવવામાં આવેલ છે.વિમલભાઈ શાહ વાંચનાલયની જગ્યાએ નવો રીડીંગરૂમ બનાવવા : જુની પૂર્વ ઝોન ઓફિસમાં વિમલભાઇ શાહ વાંચનાલય આવેલ છે. પરંતુ તે હાલ જર્જરીત થઇ ગયેલ છે. તેની જગ્યાએ નવો રીડીંગરૂમ બનાવવા રૂા. ૨.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.

સાબરમતી વોર્ડમાં અદ્યતન લાયબ્રેરી તથા વાંચનાલય બનાવવા : સાબરમતી વોર્ડમાં કોઠારી ટાવરના પહેલા માળે આવેલ જુના હેલ્થ ક્લબ જે હાલમાં જર્જરિત હાલત માં છે તેની જગ્યાએ અદ્યતન લાયબ્રેરી તથા વાંચનાલય બનાવવા માટે અંદાજપત્રમાં રૂા. ૧.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.દાણીલીમડા વોર્ડના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુસર દાણીલીમડા વોર્ડમાં નવી લાયબ્રેરી બનાવવા રૂા. ૨.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.ઠક્કરનગર વોર્ડમાં પાર્શ્વનાથ ટાઉનશીપમાં નવા નરોડા પ્રાથમિક શાળા જર્જરીત હાલતમાં હોવાથી તોડીને તે જ જગ્યાએ નવુ અદ્યતન બિલ્ડીંગ બનાવવા રૂા. ૩.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.નવાવાડજ ગામતળમાં મ્યુ.શાળાનું નવીન બિલ્ડીંગ બનાવવા : નવા વાડજ ગામતળમાં આવેલ મ્યુ.શાળા જર્જરીત હાલતમાં હોવાથી તે શાળાનું બિલ્ડીંગ તોડી પાડવામાં આવેલ છે. તેજ જગ્યાએ નવું અધ્યતન મ્યુ. શાળા બનાવવા રૂા. ૧.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડમાં મ્યુ. કોર્પો. હસ્તકનાં ખુલ્લાં પ્લોટમાં એફ.પી. ૧૭૫ માં વોર્ડ ઓફિસ બનાવવાના કામ માટે રૂા. ૧.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.- પાર્વતીબાઇ હોસ્પીટલ (દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટર) નું રીનોવેશન : દરિયાપુર વોર્ડમાં આવેલ પાર્વતીબાઇ હોસ્પીટલ (દરિયાપુર અર્બન હેલ્થ સેન્ટર) હાલમાં જારત હાલતમાં હોઇ તેનું રિનોવેશન કરવા માટે ગ઼. ૧.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ એલ.જી. હોસ્પીટલ અને શ્રીમતી શા.ચી.લા. હોસ્પીટલમાં ન્યુરોલોજી ની સારવાર ઉપ્લબ્ધ થાય તે હેતુથી ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવા માટે રૂા. ૧.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.હેલ્થ મેલેરીયા વિભાગને મોબાઈલ ફોન તથા ટેબલેટની ફાળવણી : અર્બન હેલ્થ સેન્ટરના વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓ અંતર્ગત કરવામાં આવતી કામગીરીનું ઓનલાઈન એન્ટ્રી/રીપોર્ટિંગ કરવા માટે ૭૦૦ મોબાઈલ ફોન તથા હેલ્થ મેલેરીયા વિભાગ દ્વારા વાહકજન્ય રોગ અટકાયતી માટે કરવામાં આવતી વિવિધ કામગીરીની વિગતો સોફ્ટવેરથી ઓનલાઈન કરવા માટે કુલ 300 ટેબલેટ મેલેરીયા વિભાગના સ્ટાફને આપવા રૂા. ૨.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડીયા વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવવા રૂા. ૨.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.ખાનગી હોલોની સાથે ભાવની સરખામણી કરતાં નવદિપ હોલ સગવડ, સુવિધા અને બજેટની રીતે શહેરીજનોની પ્રથમ પસંદગી રહે છે, જેનું ધોરણ જાળવી રાખવા માટે નવદિપ હોલના રીનોવેશન માટે રૂા. ૧.૫૦ કરોડ ફાળવવામાં આવેલ છે. દરિયાપુર કોમ્યુ. હોલનું રીનોવેશન અને નવું ફીટનેશ સેન્ટર બનાવવા : દરિયાપુર વોર્ડમાં દરિયાપુર કોમ્યુનિટી હોલનું રીનોવેશન અને નવું ફીટનેશ સેન્ટર બનાવવા માટે રૂા. ૧.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.

ચાંદખેડા વોર્ડમાં વલ્લભ પાર્કમાં આવેલ પંડીત દીનદયાળ હોલમાં જર્જરીત હાલતમાં છે તેનુ નવિનીકરણ કરવા પેટે રૂા. ૧.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.પશ્ચિમ ઝોનના નારણપુરા વોર્ડમાં સત્યા-૨ થી ભુયંગદેવ ચારરસ્તા સુધી જતી નવી ટી.પી.માં પાર્ટીપ્લોટ બનાવવા રૂા. ૨.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.ચાંદખેડા વોર્ડમાં ટી.પી. ૬૯ ત્રાગડ રોડમાં ઓપન પાર્ટીપ્લોટ બનાવવાના આયોજન પેટે રૂા. ૦.૫૦ કરોડ ફાળવવામાં આવેલ છે. ઉત્તર ઝોનમાં સરસપુર ખાતે આવેલ સ્વ. રેવા પરમાર ગાર્ડનની પાછળ બીન ઉપયોગી ભાગમાં ઉજાણીગૃહ બનાવવા રૂા. ૦.૫૦ કરોડ ફાળવવામાં આવેલ છે. શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનના મ્યુ. પ્લોટમાં નવું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવા માટે પ્રાથમિક તબક્કે રૂા. ૫.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. મક્તમપુરા વોર્ડમાં ટી.પી. ૯૩-એ, એફ.પી.-૩૩ માં રીડીંગરૂમ તથા જીમ્નેશિયમ બનાવવા રૂા. ૨.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.નાગરિકોને ઝડપી સેવા પ્રાપ્ત થાય તે હેતુથી ૦૩(ત્રણ) નવી સ્પેશ્યલ ડીઝાઈન સાથેનીશબવાહિની ખરીદવા અંદાજપત્રમાં રૂા. ૧.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.અ.મ્યુ. કોર્પો. ના જુનાં વાહનોને રીપ્લેસ કરી નવા વાહનો ખરીદ કરવા કેન્દ્ર સરકારશ્રીની જુના વાહનો સ્ક્રેપ કરવાની પોલીસી અંતર્ગત અ.મ્યુ. કોર્પોરેશનની માલીકીના ૧૫ વર્ષ કરતા જુના વાહનો રીપ્લેશ કરી નવા વાહનો ખરીદવા માટે રૂા. ૫.૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.

બોપલ વિસ્તારમાં જીમ્નેશિયમ બનાવવાના કામ માટે રૂા. ૧.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.થલતેજ તેમજ ગોતા વોર્ડના સ્વિમીંગપુલ પર ડોમ બનાવવા : શહેરના થલતેજ તેમજ ગોતા વોર્ડના સ્પોટ્સ સંકુલમાં સ્વિમીંગપુલ પર ડોમ બનાવવા રૂા. ૧.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.નિકોલમાં ડ્રાફ્ટ ટી.પી. ૧૧૯ માં આવેલ રીઝર્વ એફ.પી. ૧૫૦ માં નવો ગાર્ડન બનાવવા રૂા. ૧.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે. બોપલ-ઘુમા વિસ્તારના તળાવોના રીનોવેશન માટે રૂ।. ૨.૦૬૮ કરોડ ફાળવવામાં આવેલ છે.ચાંદખેડા વોર્ડમાં ટી.પી. ૨૦-એ, એફ.પી. ૯૦ માં શાળા બનાવવા માટે પ્રાથમિક ધોરણે રૂા. ૧.૦૦ કરોડ ફાળવવામાં આવેલ છે.શહેરીજનોના ઘરનાઘરનું સ્વપ્ન સાકાર કરવા શહેરમાં મધ્યમ વર્ગના લોકો માટે વધુ ૧૫૦૦ એલ.આઈ.જી. આવાસો બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે.વર્ષ દરમ્યાન આકસ્મિક સંજોગોમાં આયોજન થતા મહત્વના કામો માટે બજેટની જરૂરીયાત ઉભી થાય ત્યારે અને અંદાજપત્રમાં આવા કામોની કોઈ જોગવાઈ ના હોય તેવા સંજોગોમાં અંદાજપત્રમાં ‘ઝીરો’ બજેટહેડ હેઠળ ફાળવેલ રકમમાંથી આવા કામો કરી શકાય તે માટે અંદાજપત્રમાં રૂા. ૫૦.૦૦ કરોડની ફાળવણી કરવાનું નક્કી કરેલ છે. આ બજેટહેડ હેઠળ ફાળવેલા નાણાં સ્ટે.કમિટીના ચેરમેનની સૂચના મુજબ વિવિધ પ્રોજેકટો માટે ફાળવવામાં આવશે.

મ્યુનિ. કાઉન્સીલરશ્રીઓને વાર્ષિક રૂા. ૩૨૬૪ લાખ બજેટ ફાળવવાની દરખાસ્ત મ્યુ.કમિશનરે રજુ કરેલ છે. જે બજેટમાં રૂા. ૪૪૧૬ લાખનો વધારો કરી મ્યુનિ.કાઉન્સીલર બજેટ વાર્ષિક રૂા. ૭૬૮૦ લાખ કરવા માટે અંદાજપત્રમાં વધુ રૂા. ૪૪૧૬ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.સ્પે. કમિટી ચેરમેન બજેટ રૂા. ૧૦.૦૦ લાખ તેમજ ડે.ચેરમેન બજેટમાં રૂા. ૫.૦૦ લાખનો વધારો કરવામાં આવેલ છે.

મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસના સંબોધનની મુખ્ય બાબતો

આજે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ હતું. બજેટમાં સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ, ક્લાઇમેટ ફાયાન્સિંગ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે. અમે એન્વાર્યમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ શરુ કર્યો છે.  ગઈકાલે પહેલા દિવસે જી-20 શેરપા અમિતાભ કાંતે કહ્યું હતું કે શહેરના રોડ કાર માટે નહીં લોકો માટે જોઈએ. આ દિશામાં અમદાવાદે નોંધપાત્ર કામગીરી કરી છે. ટ્રાન્સપોર્ટ સિસ્ટમને મજબૂત કરવામાં આવી છે. શહેરમાં વોક વે વધારવામાં આવ્યા છે. સાથે જ ઇ-રિક્શા, ઇ-બસો પણ શરુ કરવામાં આવી છે. અમદાવાદ 10 ટકા વીજળી રીન્યુએબલ સોર્સમાંથી મેળવે છે. શહેર ઝીરો વેસ્ટ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે. આ માટે સેગરેશન પ્રોસેસ સઘન કરાઈ છે. કોમ્પોઝસ્ટ મેકિંગ, પ્લાસ્ટીક રિસાઇકલીંગ પ્લાન્ટ છે. પાણીનું રિસાઇકલીંગ કરવામાં આવે છે. રિસાઇકલ્ડ પાણી ઉદ્યોગો માટે તથા વૃક્ષો માટે વપરાય છે.

પર્યાવરણને સુસંગત વર્તન માટે આઉટરીચ પ્રોગ્રામ કરવામાં આવે છે, જેમાં સ્કૂલના બાળકો સુધી પહોંચવામાં આવે છે.પૂરની સમસ્યાને કેવી રીતે સામનો કરો છો એવા સવાલના જવાબમાં) અમદાવાદ સેમી ટ્રોપિકલ એરિયા છે. લા-નીનો સહિતની અસરોના કારણે વર્ષમાં 2-3 દિવસ વધુ વરસાદ હોય છે જ્યારે 5-6 કલાક વોટર લોગિંગ થાય છે. 70 ટકા શહેરમાં ડ્રેનેજ સિસ્ટમ છે. સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે લેક અને તળાવો બનાવવામાં આવ્યા છે. વેસ્ટ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો એવા સવાલના જવાબમાં) અમે હાઉસ ટૂ હાઉસ વેસ્ટ કલેક્શન થાય છે. દરરોજ સવારે 600 વ્હીકલ ઘરે ઘરેથી કચરો મેળવે છે. આ વ્હીકલ્સ જીપીએસથી સજ્જ છે. કચરાને સેગરેશન બાદ ડમ્પીંગ સાઇટ પર લઈ જવામાં આવે છે. મહત્તમ કચરો રિસાઇકલ થાય છે. કચરાના નિકાલ માટે અમદાવાદમાં સાઇન્ટીફીક વ્યવસ્થા છે. કમિશનરે અમદાવાદને વધુ બહેતર બનાવવા માટે ડેલિગેટ્સના સૂચનો માગ્યા હતા. ન્યૂયોર્કના પ્રતિનિધિએ અમદાવાદનો ગ્રોથ જોઈને અત્યંત પ્રભાવિત થયા હતા. (ઇન્ક્રેડીબલી ઇમ્પ્રેસ્ડ) તેમણે અમદાવાદ પાછા આવવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. કમિશનર સાહેબે તેમને વેલકમ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com