શહેરના સેક્ટર ૨૪ ખાતેથી બે દિવસ પહેલા ગૌવંશનુ કપાયેલુ માથુ મળી આવ્યુ હતુ. જેને લઇને હજુ સુધી પોલીસ દ્વારા આરોપી સામે કોઇ ફરિયાદ નોંધવામાં આવી નથી. ત્યારે કોર્પોરેટર ભરતભાઇ ગોહિલએ માંગ કરી હતી કે, બચ્ચાના માથાનુ ડીએનએ કરાયુ છે, જેમાં ગૌવંશ સામે આવ્યુ છે, ત્યારે તેને જન્મ આપનાર ગાયને શોધી તેનુ ડીએનએ કરીને માલિક સુધી પહોંચી ગુનો નોંધવાની માંગણી કરી હતી. જ્યારે એસપી અને મેયરને મળીને ગુનો નોંધવાની માંગ કરાઇ છે.શહેરના સેક્ટર ૨૪ ખાતેથી મળી આવેલા ગૌવંશના બનાવમાં પોલીસ દ્વારા હજુ સુધી આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં નહિ આવતા કોર્પોરેટર ભરતભાઇ ગોહિલ સહિતના ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા આજે ગુરુવારે બપોરના સમયે મેયરને લેખિત રજૂઆત કરી હતી. જેમા જણાવ્યુ હતુ કે, પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે અને આરોપીને પકડી તેની સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી હતી. કોર્પોરેટર ભરતભાઇ ગોહિલએ કહ્યુ હતુ કે, બે દિવસ પહેલા મળી આવેલા ગૌવંશના કેસમાં પોલીસ ઢીલી તપાસ કરી રહી છે.હજુ સુધી આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો નથી. જેથી બપોરના સમયે જિલ્લા પોલીસ વડાને રુબરુ મળીને રજૂઆત કરવામાં આવી હતી. અમે તેમને રજૂઆત કરી હતી કે, ગૌવંશ હોવાનુ સાબિત થઇ ગયુ છે, ત્યારે ગાયનુ ડીએનએ કરવામાં આવે અને તેના માલિક સુધી પહોંચવામાં આવવુ જાેઇએ. જાે આ બાબતે માલિક ગુનેગાર હોય તો તેની સામે પણ ગુનો નોંધવામાં આવવો જાેઇએ.