વર્ષ 2006-07થી સને 2021-22 સુધી ભાજપના શાસકો મૂળ બજેટની રકમ પૈકી કુલ 21 હજાર 506 કરોડ રૂપિયા વાપરી જ શક્યા નથી.
અમદાવાદ
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મૂકવામાં આવેલા બજેટને વખોડતા AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાને પઠાણે જણાવ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટી આ બજેટનું 10 માંથી રેટિંગ આપવામાં આવે તો માત્ર એક જ રેટિંગ આપી શકે છે.જનતાને ટેક્સમાં રાહત આપવામાં આવતી નથી. પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટમાં વધારો, પ્રોપર્ટી ટેક્સમાં વધારો તેમજ એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જીસના નામે નવો ટેકસ મળી બજેટમાં અંદાજે 300 કરોડ રૂપિયાથી વધુનો અસહ્ય વધારો પ્રજા માટે કમરતોડ બની જવા પામશે. નગરજનો તે બોજો ખમી શકે તેમ નથી. મ્યુ. સુવિધામાં કોઇ વધારો થતો નથી તો ટેક્સમાં એન્વાયરમેન્ટ યુર્ઝસ ચાર્જીસના નામે વધારો કરવો તે કઇ રીતે વ્યાજબી છે? પ્રજા પર પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવો યોગ્ય નથી.વર્ષ 2006-07થી સને 2021-22 સુધીના કુલ 76 હજાર 731.05 કરોડ રૂપિયાના બજેટ દર વર્ષે સમયાંતરે રિવાઇઝડ કરતાં 60 હજાર 859 કરોડ રૂપિયાનું કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ બજેટમાં 55 હજાર 225.59 કરોડ રૂપિયા જ વાપરી શક્યા હતા. જેથી ભાજપના શાસકો મૂળ બજેટની રકમ પૈકી કુલ 21 હજાર 506 કરોડ રૂપિયા વાપરી જ શક્યા નથી. જે મૂળ બજેટની રકમ કરતાં 30 ટકા ઓછી રકમ છે. અગાઉના વર્ષોના બજેટમાં શહેરીજનોને અમદાવાદ શહેરને થર્ડ ફાસ્ટેસ્ટ સિટી ઈન ધ વર્લ્ડ, ગ્રીન સિટી- ક્લીન સિટી, લવેબલ અને લિવેબલ સિટી, ડસ્ટ ફ્રી સિટી, પોલ્યુશન ફ્રી સિટી, ઝીરો વેસ્ટ સિટી, સ્માર્ટ સિટી, સ્વચ્છ અને સ્વસ્થ સિટી, ક્લિનેસ્ટ સિટી ઓફ ઈન્ડીયા જેવા ભારેખમ વચનો આપ્યા હતા. આગામી વર્ષ 2023-24 માટે પણ ભાજપ દ્વારા નવા વચનો આપેલા જે પણ અગાઉની જેમ પોકળ સાબિત થવાની પુરેપુરી સંભાવના છે.અમદાવાદ શહેરની જનતાને 24 કલાક પાણી આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ એક કલાક પણ પાણી આપવામાં આવતું નથી. ગત વર્ષના બજેટમાં પણ 100 ટકા ડ્રેનેજ લાઈન પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો. પરંતુ તે પણ કામગીરી પૂર્ણ કરી શક્યા નથી.