GCCIએ અમેરિકાના ડેલાવેર રાજ્યના ગવર્નર અને પ્રતિનિધિમંડળ સાથે ઇન્ટરેક્ટિવ અને અર્થપૂર્ણ બિઝનેસ મીટિંગ કરી

Spread the love

આ બેઠકનો મુખ્ય ઉદેશ ગુજરાત રાજ્ય તેમજ ડેલાવર, અમેરિકા વચ્ચે વેપાર અને વાણિજ્યની વિશાળ તકોનું આદાનપ્રદાન કરવાનો હતો

અમદાવાદ

GCCIએ અમેરિકાના ડેલાવેર રાજ્યના પ્રતિનિધિમંડળ સાથે ઇન્ટરેક્ટિવ અને અર્થપૂર્ણ બિઝનેસ મીટિંગ કરી હતી .GCCI ના પ્રમુખ પથિક પટવારીએ GCCI નો પરિચય તેની દ્રષ્ટિ અને પ્રવૃત્તિઓ સાથે કરાવ્યો. જ્હોન કાર્નેએ આ પ્રસંગે ડેલાવેર રાજ્ય અમેરિકાની અનેકવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી. તેઓના સલાહકાર મેથેએ ડેલાવર રાજ્ય સાથે વ્યવસાય કરવા અંગેના અનેકવિધ ફાયદાઓ વિષે વાત કરી હતી. આ બેઠકનો મુખ્ય ઉદેશ ગુજરાત રાજ્ય તેમજ ડેલાવર, અમેરિકા વચ્ચે વેપાર અને વાણિજ્યની વિશાળ તકોનું આદાનપ્રદાન કરવાનો હતો. ગવર્નર જ્હોન કાર્નેએ સ્ટેટ યુનિવર્સિટી ઓફ ડેલાવર, ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણ, સંશોધન અને નેતૃત્વ અને સંચાલન વધારવા માટે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના આદાનપ્રદાનના અંગેની શક્યતાઓનો ઉલ્લેખ કર્યો હતો. ડેલાવર સ્ટેટ યુનિવર્સિટીમાં ઉપલબ્ધ અનેકવિધ તકોનો ઉલ્લેખ કરતાં માનનીય ગવર્નર જ્હોન કાર્નેએ જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણ, સંશોધન અને નેતૃત્વ અને સંચાલન વધારવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વિનિમયના ફાયદા તેઓના રાજ્યમાં ખુબજ વિકસિત છે. સમગ્ર અમેરિકામાં ડેલાવર રાજ્ય કેમિકલ એન્જિનિયરિંગમાં બીજા ક્રમે આવે છે અને સાયબર સિક્યુરિટી, ફાર્માસ્યુટિકલ રિસર્ચ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી તેમજ સ્ટાર્ટઅપ્સના ક્ષેત્રે ઘણા વિભાગો માં અહીં ખુબજ ઉત્તમ તકો પ્રાપ્ય થાય તેમ છે. GCCIના ઈન્ટરનેશનલ ટ્રેડ ટાસ્ક ફોર્સના ચેરમેન સમીર શાહે ડેલાવર ના ગવર્નરશ્રીને વિલ્ડિંગ્ટન, ડેલાવરના પોર્ટને મોટા જહાજો માટે મંજૂરી આપવા અને ભારતના નિકાસકારો માટે સરળ અને સસ્તા વિકલ્પો માટે વધુ ટનેજ વહન કરવા રોડ ટ્રાન્સપોર્ટ નીતિમાં પણ ફેરફાર કરવા વિનંતી કરી હતી.ડેલાવર યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાએ ઉમેર્યું હતું કે તેમની પાસે ડેલાવરથી ભારતમાં આવતા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે તેમજ ઉચ્ચતમ શિક્ષણ પ્રાપ્ત કરવા માટેની અનેકવિધ તકો તેમજ અમલીકરણ પ્રથાઓ ઉપલબ્ધ છે તેમજ તે અંગે વિનિમય કાર્યક્રમો પણ છે.આ પ્રસંગે GCC પ્રમુખ પથિકભાઈએ ગુજરાત તેમજ ડેલાવર ને “સિસ્ટર સ્ટેટ્સ” ની કક્ષામાં મૂકી તેઓ વચ્ચે અનેકવિધ સ્ટાર્ટ-અપ અને ઇન્ક્યુબેશન એક્સચેન્જ અંગે નું સુચન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com