એ.એમ.ટી.એસ.ને બોટના ખાડામાં ધકેલનારા ઓપરેટરો પાસેથી પેનલ્ટી વસુલવા વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણની માંગ

Spread the love

AMC વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ

વર્ષ ૨૦૨૧-૨૨ ના એએમટીએસના બજેટમાં ૫૦ જેટલી ઇલેકટ્રીક બસ ખરીદવાની જાહેરાત પરંતુ તે કાગળ ઉપર છતા વર્ષ ૨૦૨૩-૨૪ ના એએમટીએસ ના બજેટમાં ફરી એક વખત ૧૦૦ જેટલી ઇલેકટ્રીક બસ ખરીદવાની જાહેરાત

અમદાવાદ

AMC વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વીસના માથે હાલમાં ૩૭૦ કરોડ જેટલું AMCનું જંગી આર્થિક દેવુ છે. આ દેવાની સ્થિતિ માટે એએમટીએસ ની બસો જે ખાનગી ઓપરેટરોને ચલાવવા પધરાવી દેવામાં આવી છે તે મુખ્ય કારણ છે. અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસમાં હાલમાં કથળી રહેલી આર્થિક પરિસ્થિતિને વચ્ચે તંત્ર તરફથી જે આંકડાકીય વિગતો આપવામાં આવી છે તે ખુબ જ ચોકાવનારી અને આધાતજનક છે .છેલ્લા ત્રણ વર્ષમાં એએમટીએસ દ્વારા ખાનગી ઓપરેટરોને સી.એન.જી. અને પેટ્રોલ ડીઝલની આવક અને ખર્ચની વિગતો વચ્ચે મોટા તફાવતને ધ્યાનમાં લઇ ઓપરેટરો પાસેથી એએમટીએસ ને થયેલા અર્થિક નુકસાન ની સામે પેનલ્ટી વસુલીને નુકસાનને સરભર કરવામાં આવે તેવી વિપક્ષ નેતા શહેઝાદખાને પઠાણે માંગણી કરી છે.

છેલ્લા ત્રણ વર્ષમાં ખાનગી આપેરેટરોની પેટ્રોલ/ડીઝલ સંચાલીત બસોની કુલ આવક નીચે મુજબ છે

વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીમાં ખાનગી ઓપરેટરોને પેટ્રોલ ડીઝલ અને સીએનજી આધારીત જે બસો ચલાવવા પાછળ એએમટીએસ દ્વારા રૂ. ૩૯૭.૯૯ કરોડ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો બીજીતરફ ત્રણ વર્ષમાં ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલીત બસો પેટે એએમટીએસ ને રૂ.૧૨૮.૮૬ કરોડ જેટલી આવક થઇ હતી આમ એએમટીએસ ની હાલત ધાટ કરતા ધડામણ જેવી થવા પાછળ ખાનગી ઓપરેટરો દ્વારા દોડાવવામાં આવતી એએમટીએસ ની બસોનું સંચાલન જવાબદાર છે ! ત્રણ વર્ષમાં આમ એએમટીએસ ને રૂ.૨૬૯.૧૩ કરોડ જેટલી જંગી ખોટ સહન કરવી પડી છે.

અમદાવાદ મ્યુનિ.કો. દ્વારા ત્રણ વર્ષ અગાઉ ઇલેકટ્રીક વ્હીકલ ચાર્જીંગ પોલીસીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કમનસીબી તો એ વાતની છે કે ખુદ મ્યુનિ.કો. હસ્તકની એએમટીએસ જેવી સંસ્થા પાસે પોતાની માલીકીની કે ખાનગી ઓપરેટરોની એક પણ ઇલેકટ્રીક બસ હાલમાં નથી .વર્ષ ૨૦૨૧-૨૨ ના એએમટીએસના બજેટમાં ૫૦ જેટલી ઇલેકટ્રીક બસ ખરીદવાની જાહેરાત કરવામાં આવી હતી જે કાગળ ઉપર રહયા છતા વર્ષ ૨૦૨૩-૨૪ ના એએમટીએસ ના બજેટમાં ફરી એક વખત ૧૦૦ જેટલી ઇલેકટ્રીક બસ ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક વર્ષોથી એએમટીએસ વહીવટી તંત્રની જે પરંપરા રહી છે તે મુજબ સંસ્થા દ્વારા વિવિધ ગ્રાન્ટ હેડ હેઠળ જે નવી બસોની ખરીદી કરવામાં આવે છે તે સીએનજી આધારીત હોય છે નવી બસોની ખરીદી પાછળ કરોડો રૂપીયાનો ખર્ચ કર્યાબાદ પણ એએમટીએસ ને આર્થિક નુકસાન સહન કરવુ પડતુ હોય તો આનાથી કોઇ મોટી શરમજનક બાબત હોઇ ન શકે. છેલ્લા ૫ વર્ષમાં ૩૧ ડીસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૧૭૫ જેટલી બસ ખરીદવામાં આવી હતી આ ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે પધરાવી દેવામાં આવી છે. વિપક્ષ તરીકે માંગણી છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ખાનગી ઓપરેટરોને ડીઝલ, પેટ્રોલ અને સીએનજી આધારીત જે બસો ચલાવવા માટે આપવામાં આવી હતી તે પેટે એએમટીએસ ને થયેલા ૨૭૦ કરોડ રૂપીયાના આર્થિક નુકસાન ની ભરપાઇ આ ઓપરેટરો પાસેથી પેનલ્ટી વસુલ કરીને અથવા તો બસ સંચાલન માટે તેમને આપવામાં આવતા પેમેન્ટ માથી સંસ્થાને થયેલા આર્થિક નુકસાનને સરભર કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com