આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું છે કે આરોગ્ય સેવાઓ રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ગ્રામ્ય સ્તરે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા આ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આરોગ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરોને આયુષ્યમાન ભારત સેન્ટરમાં તબીલ કરી કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં ૮૮૪૪ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે .આરોગ્ય મંત્રીશ્રી એ જણાવ્યુ કે ગ્રામ્ય સ્તરે ૩૦૦૦ થી ૫૦૦૦ ની વસતીએ આ વેલનેસ સેન્ટર પર થી વિના મૂલ્યે સારવાર તેમજ૯૧ પ્રકાર ની દવાઓ મળશે તેમજ પ્રાથમિક ૭ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ થઈ શકશે. ભારતભરમાં ૧.૫૦ લાખ જેટલા વેલનેસ સેન્ટર કાર્યરત છે
આરોગ્ય મંત્રીશ્રીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પૂરી પાડવામાં આવતી આરોગ્ય સેવા અંગે જણાવ્યું કે ૧૭ જેટલી લેબોરેટરી તપાસ પ્રકારની આરોગ્ય સેવાઓ તેમજ ૧૯૦ પ્રકારની આવશ્યક દવાઓ પૂરી પાડવામાં આવે છે. આ સેન્ટરોમાં આરોગ્ય સેવાઓને વધુ સઘન બનાવવા આયુર્વેદિક તબીબોને છ માસની તાલીમ આપી આરોગ્ય સેવાઓને અસરકારક બનાવવામાં આવી છે.
આરોગ્ય મંત્રીશ્રીએ સુરેન્દ્રનગર જિલ્લામાં આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અંતર્ગત જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૮૭ સબ સેન્ટર અને ૫૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલની સેન્ટરમાં તબદીલ કરી કાર્યરત કરવામાં આવ્યા છે .આ સેન્ટરોમાં ૧૨ પ્રકારની આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે.