વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૩ જેટલા પંચવટી વિકાસ કેન્દ્રો બનાવવાનું આયોજન છે. આ પંચવટી વિકાસની કેન્દ્રો ઉભા કરવા ૩૧/૧૩/૨૦૨૨ની સ્થિતિ ૪૧.૪૬ લાખ ખર્ચ થયો છે.
રાજ્યમાં પંચવટી વિકાસ કેન્દ્રમાં સુવિધા અંગેના પ્રશ્નના ઉત્તરમાં પર્યાવરણ મંત્રી માહિતી આપતા જણાવ્યું કે હા પંચવટી કેન્દ્રોમાં ૪૦થી ૫૦ લોકો બેસી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવા આવી છે .આ ઉપરાંત કિચન શેડ, મહિલા પુરુષના અલગથી શૌચાલયો, સોલાર લાઈટ ,રસોડાના સાધનો, ગેસ કનેક્ટિવિટી, ફેન્સિંગ, પાણીની વ્યવસ્થા, સહિત એક એકર વિસ્તારમાં વૃક્ષ ઉછેર પણ કરવામાં આવી છે.