
રમત ગમત મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું છે કે ગુજરાતનાં રમતવીરો ને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર તમામ જિલ્લાઓમાં રમત ગમત કેન્દ્રો શરૂ કરશે. હાલમાં 19 જિલ્લાઓ અને ૩ તાલુકા કક્ષાએ રમત ગમત સંકુલો કાર્યરત છે .ચાલુ વર્ષે બાકી જિલ્લાઓ અને તાલુકાઓમાં પણ રમત ગમત સંકુલો શરૂ કરવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
ધાનેરા અને દાંતીવાડા તાલુકામાં સ્પોર્ટ્સ સંકુલ વિકસાવવા અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં રમત ગમત મંત્રી જણાવ્યું કે પાલનપુર ખાતે આવેલ સ્પોર્ટ સંકુલ માટે રૂપિયા 8.47 કરોડ ના ખર્ચે વિવિધ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવનાર છે આ ઉપરાંત તમામ તાલુકાઓમાં પણ રમત ગમત સંકુલ ઊભા કરવાની સરકાર ની નેમ છે.
ગુજરાતના રમતવીરોને વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ મળી રહે તે અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં રમતગમત મંત્રીશ્રીએ જણાવ્યું કે આ માટે નડિયાદ ખાતે હાઈપરફોરમન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ અનુભવી કોચ દ્વારા ગુજરાતના રમતવીરોને આપવામાં આવી રહી છે.