
દેશમાં ભલે ડિઝીટલ યુગની વાતો થતી હોય, પણ આજે મોટાભાગનો વહેવાર કાગળીયા, ફાઇલો ઉપર જ થાય છે. ત્યારે ડિઝીટલ કોમ્પ્યુટર અને કાગળ તથા ફાઇલોના ઢગલા દૂર કરવામાં ભલે વાતોના વડા થતાં હોય પણ મોટાભાગનો વહિવટ કાગળ ઉપર જ ચાલે છે, આમેય બધું કાગળ ઉપર આવે છે, ત્યારે GJ-18 ખાતેની સરકારી શાળામાં ૩ ટ્રક જેટલો પસ્તી બજાર ભેગો કર્યો હોય અને પસ્તી વાળાને તમામ માર્ચ એન્ડીંગ,No પેન્ડીંગ હોય તેમ કાગળના ખડકાયેલા ઢગ, અને ફાઇલોના ઢગ હવે પસ્તી બજારમાં સેન્ડ થઇ રહ્યા છે,
દેશનો વિકાસ થયો, ડિઝીટલ યુગની વાતો ભલે કરાતી હોય, પણ કોર્ટથી લઇને સરકારી કચેરી, બેન્કોથી લઇને અનેક જગ્યાએ કાગળ,ફાઇલો જ જાેવા મળે છે, ત્યારે ફાઇલોના પોટલા હવે ગોટલા ચુસીને નાંખી દેવા પસ્તી બજારને બોલાવીને હવે આ ફાઇલોના પોટલા કચરાના ઢગમાં ફેરવાઇ ગયા છે, બાકી આટલી ફાઇલો જાેઇને પહેલાં એવું લાગતું હોતું કે આટલા કામો પેન્ડીંગ છે, ત્યારે તુમારોનો નિકાલ હવે જાેર કર્યો છે.
દરેક કચેરીમાં જઇએ એટલે ફાઇલોના ઢગલા, કાગળોથી ભરેલી ફાઇલો, ત્યારે હવે ડિઝીટલ યુગમાં ઓનલાઇન પ્રક્રીયા ભલે શરૂ કરી પણ કાગળ પર રમનારા વધ્યા, કાગળ પર કામ કરનારા વધ્યા, અને આજે પણ ડિઝીટલ યુગમાં અખબાર પણ કાગળનું વંચાય છે,