
કોર્ટ પરિસરોમાં ફરતા ટાઉટ પર તવાઇ ઉતરવાની છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે તમામ બાર પાસેથી ટાઉટોની માહિતી મંગાવી છે. ભૂતકાળમાં જે-જે ટાઉટો પર ફરિયાદ થઇ છે અને હજુ પણ આવા કોઇ ટાઉટ કોર્ટમાં ફરતા જાેવા મળે છે. તેના નામ-સરનામા સાથેની વિગતો મંગાવાઇ છે. અગાઉ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને હાઇકોર્ટે આવા ટાઉટો વિશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પત્ર લખ્યો હતો આ પત્રના અનુસંધાને બીસીજીના ઇન્ચાર્જ સેક્રેટરી સિદ્ધી ડી. ભાવસારે તમામ જિલ્લા અને તાલુકા કક્ષાની કોર્ટના બાર એસો.ના પ્રમુખો અને સેક્રેટરીઓને સંબોધી પત્ર લખી ટાઉટોની વિગત પાંચ દિવસમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પહોંચાડવા સુચના આપી છે. પત્રમાં બારના પ્રમુખો સેક્રેટરીઓને સંબોધી જણાવાયું છે કે, મીનીસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટીસની ભલામણથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તમામ હાઇકોર્ટના રજિસ્ટારને જણાવ્યા મુજબ અને ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને જણાવ્યા મુજબ બાર એસો.માં કોઇ ટાઉટ વિશે આપની પાસ રાડ ફરીયાદી આવેલ હોય તો તે ટાઉટોના પુરા નામ-સરનામા તથા ફરીયાદની વિગત તથા તેમની સામે કોઇ કેસો થયેલ હોય અને તે પેન્ડીંગ હોય કે હુકમ થયેલ હોય તો તે વિશેની તમામ માહિતી આપની પાસે જાે ઉપલબ્ધ હોય તો પત્ર મળ્યેથી પાંચ દિવસમાં ઇન્ચાર્જ સેક્રેટરી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પહોંચાડવા જણાવ્યું છે.
ટાઉટ એટલે શું ?
કોર્ટ અને તેની કામગીરી સાથે જાેડાયેલા લોકો ટાઉટ શબ્દથી પરિચીત હોય છે પરંતુ સામાન્ય લોકો માટે આવો શબ્દ સાંભળી પ્રશ્ર્ન થાય છે કે, ટાઉટ એટલે શું ? જેમ આરટીઓ કચેરીઓમાં એજન્ટો ફરતા હોય છે. તેમ કોર્ટ પરિસરોમાં ટાઉટ ફરતા હોય છે. આવા ટાઉટો ઘણી વખત પક્ષકારો સાથે સીધો કોન્ટેકટ કરી વકીલોને કામ અપાવી પોતે તગડું કમિશન ચાઉં કરી જતા હોય છે.ઘણી વખત એવું પણ બનતું હોય છે કે, કોઇ આરોપી માટે જામીન પઢવા માટેના વ્યકિતની વ્યવસ્થા બનતી હોય ત્યારે વકીલની જાણ બાર આવા ટાઉટો પક્ષકારો પાસેથી તગડી રકમ વસુલી જામીન ભરી દેતા હોય છે. ઘણા ટાઉટો અંગે બારને વકીલશ્રીઓ મારફત ફરીયાદ મળતી હોય છે. ટાઉટોની પ્રવૃતિથી વકીલોમાં વિરોધ ઉઠતો રહયો છે.