
ગુજરાતમાં ભાજપ ૨૪ વર્ષથી એકહથ્થુ શાસન કરે છે, ત્યારે ભાજપ દ્વારા અનેક યોજનાઓ લાભાર્થીઓ અને છેવાડાના માનવી સુધી લાવવામાં આવી છે, પણ અત્યારે છેવાડાના કરતા વાડામાં રહેતા વધારે લાભ લઈ રહ્યા છે , યોજનાઓમાં જાેવા જઈએ તો શહેરીજનો અમીર, અને ગ્રામ્ય માં રહેતા ગરીબ જેવી વ્યાખ્યા છે ત્યારે આ યોજનાઓની માહિતી ખરેખર વાંચવા જેવી છે તેમાં ગરીબ હોય તો તેનો જન્મ થાય ત્યાં સુધી લગ્ન ,મરણ સુધીની ચિંતા નહીં, ચિંતા અને ટેન્શન સરકારને હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જાેવા જઈએ તો આ યોજનાઓ વાંચશો એટલે ખ્યાલ આવશે કે ગરીબોની ચિંતા સરકારે કેટલી કરી છે,
આજે ગામ શહેરના પાનના ગલ્લા પર એક સારા કપડાં પેહરેલ છોકરો.. મોઢામાં માવો ખાતો કાયમ બેઠેલો જાેવા મળે.. એટલે થોડું કુતૂહલ વશ પૂછી જાેયું…કે તું કેમ અહીં બેસી રહે છેઃ અને કાયમ પીધેલી હાલતમાં હોય છે….કામ ધંધો કેમ કરતો નથી. મને કહે મારી મરજીકેમ…??…મે આગળ પૂછ્યું… તારા લગ્ન થઈ ગયાં છે….તો કહે હા… કેવી રીતે કર્યા..તો કહે જુઓ… મુખ્યમંત્રી આદર્શ વિવાહ યોજના અંતર્ગત શ્રમકાર્ડ દ્વારા ૩૦ હજાર મળ્યા અને આંતરજાતી લગ્ન કરવા થી ૨.૫૦લાખ મળ્યા.. થઈ ગયા લગ્ન જાે છોકરા થશે તો ખર્ચ કેવી રીતે કાઢીશ. જુઓ જનની સુરક્ષા યોજના મા પ્રસૂતિ મફત… અને સરકાર ૧૫૦૦રૂપિયા પણ આપે છેઃ… અને શ્રમકાર્ડ દ્વારા મહિલા પ્રસુતિ યોજના માં ૨૦૦૦૦મળે છેઃ… બોલો બીજું કંઈ મને જાણવા ની તાલાવેલી થઈ કે છોકરા ને ભણાવશે કેવી રીતે???.. ગુટકા ની પિચકારી મારતા બોલ્યો જુઓ સરકારી શાળા માં શિક્ષણ મફત ગણવેશ નોટબુક ચોપડા મફત માધ્યન ભોજન યોજના માં છોકરા નું એક ટાઈમ જમવા નું થઈ જાય…તો ઘર ખર્ચ નું શું…???.. જુઓ માં.. બાપ ને વૃદ્ધત્વ પેન્શન યોજના માં પેન્શન મળે છેઃ અને મ્ઁન્ કાર્ડ માં ૧રૂપિયા માં કિલો ચોખા મળે.. ૨રૂપિયે કિલો ઘઉં મળે ખાંડ મળે…બસ પછી શું નાની છોકરી ને સ્કૂલ માંથી સાઇકલ મળી છે…અને છોકરા ને લેપટોપ મળ્યું છે.મે પૂછ્યું.. મોટા થશે પછી શું???.. જુઓ યોજના તૈયાર છેઃ…મ્ઁન્ કાર્ડ દ્વારા.. એડમિશન મળી જશે.. અને સ્કોલરશીપ થી ડિગ્રી મેળવી લેશે…ર્ર દ્બઅ ય્ર્ઙ્ઘ… મે માથું ખંજવાળી ને પૂછ્યું.. માબાપ ને તીરથ યાત્રા કરવા લઈ જવા કમાવું તો પડશે. એ હસવા લાગ્યો. કહે ના ભાઈ ના. મુખ્ય મંત્રી તીર્થ યાત્રા યોજના અંતર્ગત.. તેમને જાત્રા કરવા મોકલી પણ આપ્યા છે. મારા થી ના રહેવાયું… પૂછ્યું. માંદા પડશે તો ખર્ચ કેવી રીતે કરીશ…તો કહે આયુષ્ય માન કાર્ડ છેઃ.. ૫ લાખ સુધી મફત સારવાર…રટ્ઠરટ્ઠરટ્ઠ મને ગુસ્સો આવી ગયો…મે કહ્યુ… માતા પિતા ના અગ્નિ સંસ્કાર માટે તો કમાવું નહીં પડે…તો તે કહે… લાકડા તો સરકાર મફત આપે છેઃ.અને તમારા જેવા મોટાં માથા ઓ.સોરી દાનવીરો છેઃ.. જમણવાર થી લઇ બધી વિધિ ના પૈસા મળી જશે. દોસ્ત પણ…તું આટલા સારા કપડાં પહેરી ને કેવી રીતે ફરે છે….જાે ભાઈ… મારા બાપે તાલુકા કક્ષાએ અરજી કરી હતી ાી ઘર અમારું પૂર માં તણાઈ ગયું… જાેવા કોઈ ના આવ્યું પણ… સરપંચે અમને… ગોચર માં ઘર બાંધવા ની જગ્યા આપી… એટલે ઘર બની ગયું…નામ ઉપર પણ ચઢી ગયું. એટલે ૫ગણા ભાવે વેચી માર્યું. અને પૈસા થી… જગ્યા લઇ મસ્ત ઘર બનાવી લીધું… આવા હું એકલો નહીં…દેશ મા લાખો મફતિયા….છે મારા જેવા… અને તમે નોકરી કરો એટલે ટેકસ ભરવો પડે છેઃ તે અમારા માટે જને.હું માથું ખંજવાળતા વિચાર કરવા લાગ્યો… અર્થ શાસ્ત્રી ને ટક્કર મારે..એવો આ ભડ નો દીકરો કહેવાય…
મોટાભાગની આ યોજનાઓ નો લાભ ગ્રામ્ય જનો વીણી વીણીને લઈ જાય છે, શહેરીજનોના હાથમાં શકોરુ પણ આવતું નથી જાેવા જઈએ તો મધ્યમ વર્ગ વધારે એમને વધારે ખાઈમાં ધકેલાતો જાય છે, રેશનકાર્ડ ની લાઈનમાં મધ્યમ વર્ગ ની વ્યક્તિ અનાજ લેવા જતી નથી જાે મધ્યમ વર્ગ અનાજ લેવા જાય તો શું વધે ? ત્યારે સરકારે હવે મધ્યમ વર્ગનો ખ્યાલ રાખવાની જરૂર છે.
શહેરમાં રહેતા અને નોકરી ધંધામાં અહીં આવેલા અને ભાડે મકાનમાં રહેતા શહેરીજનો શું અમીર છે ? કાંઈ વધે છે, ખરું ? પહેલી તારીખ ક્યારે આવે તેની રાહ જાેવાતી હોય છે,