
ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18ખાતેથી ભલે તમામ કાયદાઓ ,નિયમો, પરિપત્રો ,આદેશો કરાવો ,અહીંથી પસાર થતા હોય પણ અહીંયાં કાયદા અલગ જ પ્રકારના અને નિયમો પણ અલગ જ જેવું દેખાઈ રહ્યું છે ,ત્યારે એક મહિનો વિધાનસભા ચાલવાની છે, ત્યારે ઓછું હોય તેમ સંસ્કૃતિ કુંજ ખાતે ટ્રાફિક પોલીસ અને મોટાભાગની પોલીસ બંદોબસ્તમાં જાેતરાઈ ગઈ છે,રાત્રે સંસ્કૃતિ કુંજ પાસે પડે તેના કાટકા અને હજારોની ભીડ ટ્રાફિકજામ થાય છે ,પોલીસ ૩ વાગ્યા પછી ત્યાં લાગી જાય છે ,ત્યારે વિધાનસભા ચાલુ હોવાથી પોલીસ પણ અહીંયા પ્રોટેક્શનમાં આવી છે, ત્યારબાદ આજરોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે GJ-18 ખાતે આવી રહ્યા છે, ત્યારે બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત થઈ ગઈ છે , ત્યારે એ શહેરના અનેક નાકાઓ પર લીલી, પીળી ,લાલલાઇટ વાળી નાકાબંધી તમામ બંધ અને ટ્રાફિક ખુલ્લો થઈ ગયો છે, ત્યારે પબ્લિક રાજ જેવો ઘાટ સર્જાયો છે, તમામ જગ્યાએ સિગ્નલો ખુલ્લા છે, GJ-18 ખાતે હવે હેલ્મેટ નહીં પેરનારા ટ્રાફિકમાંથી ગમે તેમ નીકળી જનારા માટે એક મહિનો મજા મજા જેવો માહોલ સર્જાયો છે.GJ-18 ના મોટાભાગના સિગ્નલો બંધ, પોલીસ મોટાભાગની બંદોબસ્તમાં ગોઠવાઈ જતા પબ્લિક રાજ જેવો પોઇન્ટ શરૂ થયો હોય તેમ ટ્રાફિક પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા હોમગાર્ડઝ સર્કલો પર સેવા આપી રહ્યા છે.