બેંકના ઉડાવવાના ધજીયા, જાેડે ખાવાના ભજીયા, બહાર કરવાના કજીયા

Spread the love


ગુજરાતનું કહેવાતું GJ-18 ને ૨૦૨૩માં પનોતી બેઠી છે, હમણાં વાદ,વિવાદ સિવાય કશું ચાલતું નથી, ત્યારે હમણાં જ ૪૦ વર્ષો જૂની દૂધ મંડળી તથા મધુર ડેરીનો ગજગ્રાહ ચાલી રહ્યો છે, જાેવા જઈએ તો દૂધ મંડળી નગરજનો માટે ઇન્ફોસીસ નો શેર ગણાય, ૧૦ રૂપિયા થી માંડીને ૨૫૦,૫૦૦ રૂપિયાના શેરે, ૧૫ હજાર ગ્રાહકોને માલામાલ કરી દીધા છે, ત્યારે દૂધ મંડળી જે વર્ષોથી અનેક ડેરીઓની લાડકી હતી, તે હવે અણખામણી બની છે, ત્યારે મધુર ડેરીને ૨૮ સ્ટોર્સ માટે સરકાર દ્વારા પરિપત્રનો હુકમ કરી દેતા ધંધામાં અને વેચાણમાં હરીફાઈ ઉપરાંત સામસામે ક્રોસિંગના ફાટકો ખુલ્લા અને બંધ થઈ રહ્યા છે ત્યારે આવો જ એક બિસ્સો, કિસ્સો રાંધેજા નું જે માર્કેટ હતું ,તે માર્કેટ આલમપુર ખાતે લઈ જવા માટે સરાહનીય પ્રયાસ કરનારા પૂર્વ ચેરમેન હવે નામશેષ થઈ ગયા છે, ત્યારે અનેક જગ્યાએ એવી ખાંડ મંડળીથી લઈને અનેકવિધ સમિતિઓમાં સેવા આપી છે, ત્યારે આલમપુર માર્કેટ જમાવવા અથાગ પ્રયત્ન કર્યા બાદ પોતે માર્કેટમાંથી ડીલીટ થઈ ગયા, ત્યારબાદ નાગરિક બેંકમાં વિવાદ વક્રયો, અને આ વિવાદમાં રજીસ્ટ્રાર ને ફરિયાદ કરવામાં આવતા રજીસ્ટર દ્વારા નવા કસ્ટોડિયન બે દિવસ પહેલા જ નિમણૂક કરી દેતા ચાર્જ તો સાંભળી લીધો ,પણ વિવાદના મૂળ રોપાઈ ગયા,નવા વપરાયેલા કસ્ટોડિયન તથા પૂર્વ MLA સાથે તુ તુ મેં મેં થઈ ગઈ હતી, ત્યારે નવા કસ્ટોડિયને જણાવેલ કે મને તો સરકારની સૂચના ના આદેશથી સેવા કરી રહ્યો છું, ત્યારે GJ-18 ખાતે અનેક મંડળીઓ ચાલે છે, તેમાં દૂધ મંડળી ,નાગરિક બેંક, ક્રેડિટ સોસાયટી થી લઈને અનેક સંસ્થાઓમાં અનેક ડિટેક્ટરો જાેઈન્ટ વેન્ચર છે, ત્યારે બહાર લડવાનું અને અંદર ધમાધમ કરવાનું ,તેમ ઘાટ સર્જાયો છે, બાકી ૪૦ વર્ષ જૂની બેંક , મંડળી ને હજુ સુધી ડાઘ લાગ્યો નથી પણ ૨૦૨૩ ની સાલ પનોતી બેઠી હોય તેમ ૪૦ વર્ષ બાદ હવે વિરોધ ના ચોક્કા મારવા માંડ્યા છે, ત્યારે આ બધું સાંભળીને ખાલી હરખાવવાનું બાકી હમ સબ એક હૈ,ત્યારે મંડળી હોય કે બેંક ઉડાવવાના બહાર ધજીયા, જાેડે ખાવાના ભજીયા ,બહાર કરવાના કજીયા, ત્યારે ૪૦ વર્ષ જૂની નાગરિક બેંકમાં કસ્ટોડિયન ની નિમણૂક તો થઈ ગઈ પણ બેંક ચલાવવી પણ નાની માના ખેલ નથી, ત્યારે દૂધ મંડળી પણ ૪૦ વર્ષ જૂની છે, ત્યારે જુના જાેગીઓને પડે પાટુ ,પણ ઘણીવાર લગાવે વાટુ તો થાય દીવો પ્રજવલિત ,બાકી બેંકની લડાઈમાં નુકસાન ન થાય તે જાેજાે, ૪૦ વર્ષની ક્રેડિટ હવે સાચવવાની છે, ત્યારે ગઈકાલે પૂર્વ એમએલએ અને એક બેંકના કસ્ટોડિયન નિમાયેલાની તુ તુ મે મેં શહેરમાં ચર્ચા ચાલી હતી,

નાગરિક બેંક કોઈ લોન આપે તો નાગરિક આપે, બે ડિટેક્ટર ની ભલામણ થાય એટલે સાત દિવસમાં પ્રોસેસ થઈ જાય ,ત્યારે દૂધ મંડળી પણ ૪૦ વર્ષ જૂની ઇન્ફોસીસ GJ-18 ની કહેવાય, ૪૦ વર્ષમાં શેરધારકોને માલામાલ કરી દીધા છે ,હવે ૨૦૨૩ ની સાલ પનોતી બેઠી હોય તેમ વિવાદ બેંકોનો પણ વકર્યો છે ,દૂધ મંડળીમાં પણ વિવાદ ચાલ્યો છે, ત્યારે તમામને ભગવાન સંમત્તિ દે અને વાદ,વિવાદ ટળે તેવી શુભકામના… બાકી આ તું તું મેં મેં રોજની છે એટલે બહુ સિરિયસલી લેવું નહીં ,વાદવિવાદમાં પડવું નહીં,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *