
ગુજરાતમાં ભાજપ ૨૪ વર્ષથી એકહથ્થુ શાસન અને ગમે તે કાર્યકરને ટિકિટ આપે પણ કમળના નિશાન પરથી ચૂંટાઈ જાય,ત્યારે તેનો અભ્યાસ ખરેખર કરવામાં આવે તો સરકારની અનેક યોજનાઓ છે ,છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો લાભ મળે છે, ત્યારે અનેક યોજનાઓ માં સૌથી સફળ યોજના હોય અને તે પાયલોટ યોજના તો તે “સેવાસેતુ” કાર્યક્રમ છે, જ્યાં પણ “સેવાસેતુ” કાર્યક્રમ યોજાય, ત્યાં હજારોની ભીડ જાેવા મળે છે, ત્યારે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પાનકાર્ડ , આવકનો દાખલો, રેશનકાર્ડ થી લઈને તમામ યોજનાઓનો અવસર એટલે “સેવા સેતુ ” કહી શકાય, ત્યારે જે જગ્યાએ આ કાર્યક્રમ યોજાય , ત્યાં મોટાભાગના ૯૦% સમસ્યાઓનું સમાધાન થઈ જાય ,પછી દવા હોય તો પણ મળી જાય, તમામ સઞવડો અને સુખ એક જ જગ્યાએ એટલે “સેવાસેતુ” કહી શકાય,
વધુમાં શહેરીજનો અને ગ્રામ્યજનોમાં “સેવાસેતુ” કાર્યક્રમ સફળ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ પાયલોટ પ્રોજેક્ટને લાવનારા અને લીલી ઝંડી આપનારા આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા, તે આ પ્રોજેક્ટ લાવ્યા હતા અને સેવા સેતુ કાર્યક્રમ અનેક જગ્યાએ યોજીને છેવાડાના માનવી સુધી જાગૃત કરનારા પીએમ આજે ભારતના વડાપ્રધાન છે, ત્યારે સ્ટેપબાય સ્ટેપ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજય રૂપાણી, પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ખાસ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ છેવાડાના માનવી સુધી તમામને લાભ મળે અને તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટેના પ્રયત્નો લાખો કાર્યકરો થકી કર્યા છે ,૧૫૬ સીટ જે આવી છે, તે સેવાસેતુથી લઈને અનેક યોજનાઓને આભારી છે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા વિકાસના કામોમાં પુરપાયટવેગે વિકાસ કરવામાં અથાગ ફાળો આપ્યો છે.
સેવાસેતુ એવો પાયલોટ પ્રોજેક્ટ પ્રજામાં સૌથી સફળ પ્રોજેક્ટ કહી શકાય,જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમની સુઝબુઝ થી લાવ્યા હતા ,તેના ફળ અનેક રાજ્યના નાગરિકો ખાઈ રહ્યા છે, ત્યારે “સેવાસેતુ” ને આગળ ધપાવવા અથાગ પ્રયત્નો પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિજય રૂપાણી ,પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ પ્રાણ પૂર્યા છે,
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાર્ટીલે છેવાડા ના માનવી સુધી આ યોજનાઓનો લાભ મળે અને “સેવાસેતુ” ને વધુ મહત્વ આપતા ૧૫૬ સીટ જે રેકોર્ડ બ્રેક મળી તે સરાહનીય કરેલા કામો અને ખાસ યોજનાઓ લોકો સુધી પહોંચાડીને જાગૃતતા લાવી છે, પણ હા આજે પણ શહેરીજનોમાં આ લાભ ની માહિતી ખબર નથી