ભારતીય ચલણની રૂ.૫૦૦ના દરની બોગસ ચલણી નોટો નંગ-૯૬ જેની કુલ કિંમત રૂ ૪૮૦૦૦ તથા રૂ. ૫૦૦ ના દરની એક સાઇડની નોટ છાપેલ કાગળો નંગ-૨૬ તેમજ નકલી નોટ છાપેલ છે તે નંબરવાળી રૂ. ૫૦૦/- ના દરની અસલ નોટ નંગ-૦૧ પકડી
એ.ટી.એસ. નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ.ચૌધરી
અમદાવાદ
ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ મહનિરીક્ષક દીપન ભદ્રન એ.ટી.એસ.ના અધિકારીઓને એ.ટી.એસ.ના ચાર્ટર મુજબના ગુન્હાઓ ઉપર સર્વેલન્સ રાખવા સુચના મુજબ એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ.ચૌધરીને બાતમી મળેલ હતી . ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદ સરખેજ રોડ, ફતેવાડીમાં આવેલ સહેજાદપાર્ક, પ્લોટ નં-૩૧ માં આવેલ રૂક્શાનાબીબીના મકાનમાં ભાડેથી રહેતા અમુક ઇસમો સાથે મળી ભારતીય ચલણની રૂપિયા ૫૦૦ના દરની બનાવટી ચલણી નોટો બજારમાં અસલી નોટ તરીકે ચલણમાં ફરતી કરવાના ઇરાદે પોતાના કબ્જાના મકાનમાં ઉપરના માળે આવેલ રૂમમાં છાપે છે. જે બાતમી આધારે ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓની એક ટીમ માહિતીના આધારે એ.ટી.એસ. ગુજરાતના પો.ઇન્સ. બી.એચ.કોરોટ અને પો.સ.ઇ. એ.આર.ચૌધરી તથા ટીમના માણસોએ બાતમી વાળી જગ્યાની તપાસ કરી હતી. ત્યાં આરીફ હયાતખાન મકરાણી તથા તેના સાગરિતો તે જગ્યાએ રહે છે તથા તેઓના કબજા ભોગવટાના મકાનની જડતી લેતા ત્યાંથી ભારતીય ચલણની રૂ.૫૦૦ના દરની બોગસ ચલણી નોટો નંગ-૯૬ જેની કુલ કિંમત રૂ ૪૮૦૦૦ તથા રૂ. ૫૦૦ ના દરની એક સાઇડની નોટ છાપેલ કાગળો નંગ-૨૬ તેમજ નકલી નોટ છાપેલ છે તે નંબરવાળી રૂ. ૫૦૦/- ના દરની અસલ નોટ નંગ-૦૧ તથા બનાવટી નોટો છાપવાના કલર પ્રિન્ટર/ઝેરોક્ષ મશીન તથા કોરા કાગળો તથા સાહી, પેપર કટર તથા લીલા રંગની પટ્ટીની રીલ, ફૂટપટ્ટી, એક મોટી થાળી વિગેરે નકલી ભારતીય ચલણની નોટ છાપવાના સાધનો મળી આવ્યા હતા જે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓ
(૧) આરીફ હયાતખાન મકરાણી ઉ.વ. 31 ધંધો ડ્રાઇવીંગ રહે. પ્લોટ નં 31, શહેજાદ પાર્ક, નસીમ પાર્લરની પાછળ,ફતેવાડી, સરખેજ, અમદાવાદ
(૨) ફૈઝાન યુનુસભાઇ મોમીન ઉ.વ. 31 ધંધો મજુરી રહે. મ.નં. 3/બી/3, શિરિન ડુપ્લેક્ષ, દુન ઇન્ટરનેશનલ સ્કૂલની સામે, ફતેવાડી, જુહાપુરા, અમદાવાદ
(૩) મુજમીલ ઉર્ફે મુજ્જો શકિલભાઇ શેખ, ઉ.વ. ૨૮ ધંધો વેપાર રહે. એ/૧૪, જાકીરપાર્ક ગેટનં-૩, અંબર ટાવર, સરખેજ અમદાવાદ
(૪) અસ્લમ ઉર્ફે રિક્સી મોહંમદભાઇ શેખ ઉ.વ. ૨૯ ધંધો રિ.ડ્રા. રહે. એ/૧૪, જાકીરપાર્ક ગેટ નં-
૩, અંબર ટાવર, સરખેજ અમદાવાદ
આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલની વિગત
(૧) HP કંપનીનું કલર પ્રિન્ટર ઝેરોક્ષ મશીન નંગ-૧ કિ.રૂ.૧૫૦૦૦/- (ર) રૂ. ૫૦૦/- ના દરની અસલ નોટ નં 7kp191609 ની છે
(૩) રૂ. ૫૦૦/- ના દરની નકલી નોટો નંબર 7kp191609 ની નંગ-૭૫ છે તેની કિ.રૂ. ૩૭૫૦૦/-
(૪) રૂ. ૫૦૦/- ના દરની નકલી નોટો નંબર OMW876985 ની નંગ-૨૧ છે તેની કિ.રૂ. ૧૦૫૦૦/-
(૫) સફેદ કોરા કાગળોમાં રૂ. ૫૦૦/- ના દરની નોટ નંબર 7kp191609 નોટો છાપેલ છે તે કાગળો નંગ-૨૬ (૬) નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાના કોરા કાગળો નંગ-૫૦૦
(૭) પ્રિન્ટર/ઝેરોક્ષની બે સાહીની બોટલો તથા એક પ્લાસ્ટિકની ફુટપટ્ટી તથા લીલા કલરની પટ્ટીની રીલ તથા પેપર કટર
(૮) એક પૂંઠાના શીલબંધ બોક્ષમાં નકલી નોટો કાપ્યા બાદ વધેલા કાગળોનો વેસ્ટ તથા રમવા
(ગંજીફા)ના પાના-પત્તા (૯) મોબાઇલ ફોન નંગ- ૦૪
(૧૦) એક સફેદ ધાતુની મોટી થાળી જેના તળીયે લીસોટા પડેલ છે