ગુજરાતના માંડવી, તિથલ, દાંડી, ઉભરાટ, સુવલી, ડાભરી જેવા બીચ ગાયબ થવાના આરે : પાર્થિવરાજસિંહ

Spread the love

કૉંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયા

રાજ્યસભાના પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ચોકાવનારો ખુલાસો : દેશમાં સૌથી વધારે ૫૩૭.૫ કિલોમીટરનું ધોવાણ છે તેવું સરકાર સ્વીકારે છે : બીચ ઉપર ધોવાણ અને કાંપ – કીચડ – કચરાના ભરાવવાથી દરિયાઈ કાંઠા ને નુકશાન

અમદાવાદ

રાજીવ ગાંધી ભવન ખાતે કૉંગ્રેસ પ્રવક્તા પાર્થિવ રાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ ના ૬૬૩૨ K.M ના દરિયાઈ કાંઠામાંથી ૬૦ ટકા થી વધુ દરિયાઈ કિનારો, પર્યાવરણ ની દૃષ્ટિ એ ખતરા માં છે. સમગ્ર દેશ માં ૩૩.૬% દરિયાઈ કાંઠો ધોવાણ (Erosion) હેઠળ છે અને ૨૬.૯% દરિયાઈ કાંઠા માં કાંપ,કીચડ કચરા નો ભરાવો (accretion) ના લીધે નુકશાન થઇ રહ્યુ છે. રાજ્યસભા ના ૬ એપ્રિલ ૨૦૨૩ ના એક જવાબ માં ચોકાવનારો ખુલાસો થયો છે. ગુજરાત રાજ્ય ના જાણીતા બીચ આવનારા સમય માં ગાયબ અથવા નામ શેષ થવા ની દિશા માં છે. બ્લુ ફ્લેગ બીચના નામે અલગ અલગ માધ્યમોથી શિવરાજપુર બીચ ની જાહેરાતો થાય છે તે બીચ નો દરિયા કાંઠો ખતરામાં છે. શિવરાજપુર બીચનો ૩૨૬૯૨.૭૪ sq.m નો વિસ્તાર ધોવાણ હેઠળ છે અને ૨૩૯૬.૭૭ sq. m નો વિસ્તાર માં કાંપ કીચડ દરિયાઈ કચરા નો ભરાવો થઈ રહ્યો છે. ઉભરાટ બીચ માં ૧૧૦૮૯૫.૩૨ Sq.m માં કાંપ કીચડ (accretion) નો ભરાવો છે. તિથલ અને સુવવલી માં ૬૯૯૧૦.૫૬ sq.m અને ૬,૮૮,૭૮૩.૧૭ Sq.m દરિયાઈ કિનારો ધોવાણ હેઠળ છે. દાભરી અને દાંડી માં ૧૬,૪૦૧,૪૯.૫૨ sq.m અને ૬૯,૪૩૪.૨૬ Sq.m કાંઠો ધોવાણ હેઠળ છે. માંડવી નો ૨૦,૪૭૧.૪૪ sq.m નો દરિયા કાંઠા માં એક્રીશન હેઠળ એટલે કચરા કાંપ ના ભરાવા હેઠળ છે. કેન્દ્ર સરકાર ના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પ્રમાણે સમગ્ર દેશ માં સૌથી વધુ દરિયાઈ કાંઠો ધરાવતો ગુજરાત રાજ્ય નો કાંઠો ખતરામાં છે. ગુજરાત રાજ્યના ૧૯૪૫.૬ કિલોમીટર ના દરિયાઈ કાંઠા માં થી ૫૩૭.૫ કિલોમીટર ના દરિયાઈ કાંઠા નું ધોવાણ છે. કેન્દ્ર સરકાર દ્વારા ધોવાણ અને કાંપ કીચડ કચરા નો ભરાવો ના નિવારણ માટે ની ત્રણ સાઈટ કેરળ, પુદુચેરી અને તમિલનાડુ માં નક્કી કરવા આવી, છતાં દેશ નો સૌથી મોટો દરિયા કાંઠો ધરાવતો અને સૌથી વધુ ધોવાણ ધરાવતા રાજ્ય માં એક પણ સાઈટ સેન્ટ્રલ સેક્ટર પ્લાન સ્કીમ હેઠળ પસંદ કરવા માં આવી નથી. જે દરિયાઈ કાંઠો ખતરા માં છે તેવા ગુજરાત રાજ્ય જ્યાં દેશ માં સૌથી વધુ ધોવાણ છે ત્યાંની એક પણ સાઈટ કે વિસ્તાર પસંદ કરવા આવી નથી. સમગ્ર રિપોર્ટ દર્શાવે છે કે ગુજરાત અને કેન્દ્ર સરકાર દરિયાઈ કાંઠાના પર્યાવરણને બચાવવા નિષ્ફળ અને ઉદાસીન છે. દરીયાઈકાંઠાના પર્યાવરણથી માત્ર દરીયાઈ પર્યાવરણ અને જીવોને જ નુકસાન નહી થાય કાંઠાના વિસ્તારમાં રહેતા લોકો ખાસ કરીને માછીમારી કરનારા માછીમારોના જનજીવન ઉપર અને કાંઠા વિસ્તારના લોકોના જનજીવન ઉપર મોટી અસર ઉભી કરશે. સમુદ્રી પાણીનું સ્તર વધશે અને ક્લાઈમેન્ટ ચેન્જના જમાનામાં પર્યાવરણથી જનજીવન પ્રભાવીત થશે.

રાજ્યોના દરીયાઈ કાંઠા      કી.મી.

ધોવાણ

ગુજરાત                         537.5

તમીલનાડુ                      422.94

વેસ્ટ બંગાલ                   323.07

આંધ્રપ્રદેશ                      294.89

કેરલા                            275.33

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com