આજે વી.એસ.હોસ્પિટલના ઓર્થોપેડીક વોર્ડની છત તુટી જવાની ગંભીર ધટના : કોઈ જાનહાનિ નહિ

Spread the love

વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ બોર્ડની ચાલુ મીટીંગમાં જઇને ગરીબ દર્દીઓ માટેની ઉગ્ર રજુઆત કરી

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષ નેતા શેહઝાદખાન પઠાણ જણાવ્યું હતું કે અમદાવાદની જૂની વીએસ હોસ્પિટલમાં આવેલા ઓર્થોપેડિક વિભાગના ત્રીજા માળે આવેલી પેન્ટ્રી રૂમનો સ્લેબ આજે બપોરે એકાએક ધરાશાયી થયો હતો. જૂની વીએસ હોસ્પિટલ છેલ્લાં કેટલાંય વર્ષોથી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વીએસ હોસ્પિટલની સ્થિતિ આજે એવી છે કે, ગમે ત્યારે આ હોસ્પિટલ ધરાશાહી થઈ શકે છે. હોસ્પિટલની બહારનાં દૃશ્યો એટલા ભયજનક છે કે આ હોસ્પિટલની અંદર જતાં પહેલાં દર્દીઓને વિચાર કરવો પડે તેમ છે. આજે ઓર્થોપેડિક વિભાગના પેન્ટ્રી રૂમમાં જે સ્લેબ પડ્યો તેની બાજુમાં જ ઓપરેશન થિયેટર આવેલું છે અને આ ઓપરેશન થિયેટરની પણ હાલત એટલી જ ખરાબ છે.વા.સા.હોસ્પિટલનું સને ૨૦૨૩-૨૪ના વર્ષનું કુલ રૂા. ૧૮૯ કરોડનું અંદાજપત્ર મંજુર કરવામાં આવેલ છે . અંદાજપત્રનું ઉત્તરોતર કદ વધતું જાય છે અને સેવાઓનું કદ ધટતું જાય છે . વા.સા. હોસ્પિટલના ઓર્થોપેડીક વોર્ડની છત તુટી જવાની ગંભીર ધટના બનેલ છે સદભાગ્યે કોઇ જાનહાની થવા પામેલ નથી . છેલ્લા કેટલાય સમયથી વા.સા. હોસ્પિટલનું નવીનીકરણ કરવા બાબતે માત્ર વાતો થાય છે કોંગ્રેસ દ્વારા ગરીબ અને મધ્યમવર્ગની પ્રજાને સારી અને સસ્તી મેડીકલ સુવિધા મળી રહે તેવા હેતુથી ઉગ્ર રજુઆતો કરતાં સત્તાધારી ભાજપને તેના નવીનીકરણ ક૨વા માટેની કાર્યવાહી કરવી પડી પરંતુ તે કાર્યવાહી માત્ર કાગળ પર જ રહેવા પામેલ છે તે દિશામાં કોઇ નક્કર કામગીરી થઇ હોવાની બાબત કોઈ દૃષ્ટિગોચર થતી નથી જેને કારણે આજે ઓર્થોપેડીક વોર્ડની છત તુટી જવાની ગંભીર ધટના બનવા પામેલ છે

જૂની વીએસ હોસ્પિટલમાં વિભાગમાં પેન્ટ્રી રૂમનો સ્લેબ ધરાશાયી થયાની દુર્ઘટના બાદ આજે વીએસ હોસ્પિટલની બોર્ડ બેઠક મળી હતી. જેમાં બોર્ડના અધ્યક્ષ અને મેયર કિરીટ પરમાર સહિત બોર્ડના મેમ્બરો તેમજ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ હાજર હતા. સ્લેબ પડવાની દુર્ઘટના બાદ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ વીએસ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. તૂટેલો સ્લેબ જોયા બાદ તેઓ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં ગયા હતા, જ્યાં ચાલુ બોર્ડ બેઠકમાં વિપક્ષના નેતાએ જઈ હોબાળો કર્યો હતો. તેઓએ મેયર અને બોર્ડ મેમ્બરો સહિતના અધિકારીઓ પાસેથી આ દુર્ઘટના મામલે જવાબ માગ્યો હતો. નેતા વિપક્ષ શહેઝાદખાન પઠાણ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી જાત માહીતી મેળવેલ હતી આ ગંભીર ધટના ધટવા બાબતે વા.સા. હોસ્પિટલના ઓર્થોપેડીક વોર્ડની છત તુટી જવાની ગંભીર ધટના બોર્ડની ચાલુ મીટીંગમાં જઇને ગરીબ દર્દીઓ માટેની ઉગ્ર રજુઆત કરેલ હતી.

વીએસ હોસ્પિટલનો આ એકમાત્ર ઓર્થોપેડિક વિભાગ જ નહીં પરંતુ, હોસ્પિટલની અંદરનો ભાગ હોય કે બહાર ભાગ હોય આખી હોસ્પિટલ જર્જરિત હાલતમાં છે. છેલ્લા કેટલાય સમયથી આ હોસ્પિટલ જર્જરિત હાલતમાં અને પડે તેવી પરિસ્થિતિમાં હોવા છતાં પણ વીએસ હોસ્પિટલના ભાજપના સત્તાધીશો આ હોસ્પિટલ મામલે કોઈપણ નિર્ણય લેવા તૈયાર નથી. વીએસ હોસ્પિટલ બનાવવાનો મામલો હાઇકોર્ટમાં હોવાની વાત કરી અને છેલ્લા એક વર્ષથી નવી વીએસ હોસ્પિટલ બનાવવા અથવા તો હોસ્પિટલને રિનોવેશન કરવા મામલે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી.હોસ્પિટલ સેવા માનવ જીંદગી સાથે સંકળાયેલ હોય તેવી સેવા છે ગરીબ અને મધ્યમવર્ગ માટે તેનું મુખ્ય કેન્દ્ર છે. જેથી વી.એસ. હોસ્પિટલમાં મેડીકલ સારવારની સારી સગવડ પુરતી સલામતી સાથેની હોવી માત્ર જરૂરી જ નહી પરંતુ અનિર્વાય પણ બની જાય છે. જેથી ગરીબ તથા મધ્યમવર્ગના દર્દીઓના હિત માટે વા.સા.હોસ્પિટલના નવીનીકરણ કરવાની કામગીરી કરવા બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા કોંગ્રેસની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com