ગાંધીનગર
https://cuet.nta.nic.in
https://www.cug.ac.in
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ગુજરાતી વિષયમાં એમ.એ. કરવા માટે ગુજરાતી ભાષા-સાહિત્ય કેન્દ્રની શરુઆત થઈ છે. જેમાં એમ.એ.માં માત્ર ૩૩ વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવાનો છે.
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, જર્મન, ચાઈનીઝ જેવી ભાષાઓમાં પણ એમ.એ. થાય છે. તેજસ્વી તેમજ જીવનમાં કંઈ ઉત્તમ કરવાની ધગશવાળા વિદ્યાર્થીઓ માટે અહીં ગુજરાતીમાં પ્રવેશ મેળવી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સાહિત્ય તેમજ જ્ઞાનની અન્ય વિદ્યાશાખાઓ સાથે જોડાવાની અપાર તકો છે. નજીવી ફીમાં આપને અનેક સુવિધાઓ તથા ઉત્તમ અધ્યાપકોનો લાભ મળશે.
હોસ્ટેલ, સમૃધ્ધ પુસ્તકાલય, લેન્ગવેજ લેબ જેવી અદ્યતન સુવિધાઓ આ ઉપરાંત એસ.સી, એસ.ટી કેટગરીના વિદ્યાર્થીઓને ટ્યુશન ફી માફ છે તેમજ સ્કોલરશીપ મળવા પાત્ર છે. આ ગુજરાતી કેન્દ્રમાં કાયમી સાત અધ્યાપકો ફરજ બજાવી રહ્યાં છે.
આ ઉપરાંત ગાંધીનગરમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી માટેની તકો. આ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં પીએચ.ડી. કરવાની ઉત્તમ તક.
જે વિદ્યાર્થીઓને ટી.વાય.ની પરીક્ષા બાકી હોય અથવા પરિણામ આવવું બાકી હોય એ પણ આમાં ફોર્મ ભરી શકશે.
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત વિશે
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની સ્થાપના ભારતની સંસદ દ્વારા વર્ષ ૨૦૦૯માં કરવામાં આવી હતી. હાલ આ યુનિવર્સિટીના જુદા જુદા સંસ્થાનોમાં ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેની સામે લગભગ ૧૨૦ જેટલા અધ્યાપકો કાર્યરત છે. એટલે કે અધ્યાપક અને વિદ્યાર્થીઓનો ૧:૧૧થી પણ ઓછો છે.એના અભ્યાસક્રમો પણ આપણી પરંપરાગત યુનિવર્સિટીઓ કરતા જુદા છે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૯/૦૪/૨૦૨૩
સંપર્ક
પ્રો.રાજેશ મકવાણા : 9824426562
ડૉ. અજયસિંહ ચૌહાણ : 9879232989
ડો. મીનેષ ડામોર 99792 77201
ડૉ. પ્રતિભા પંડ્યા : 9426230322
ડૉ. દીપક ભટ્ટ : 9374964306
ડો. સંગીતા ચૌધરી : 6353010054
ડૉ. બળદેવ પ્રજાપતિ : 8490038901