રામોલ સી.ટી.એમ બ્રીજ નીચે એક મહીલાનુ ગળુ દબાવી મોત : આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત પટેલ

અમદાવાદ

ક્રાઇમ બ્રાન્ચ ના એસીપી ભરત પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે રામોલ સીટીએમ થી એકસપ્રેસ હાઇવે તરફ જવાના બ્રીજ પાસે ગઇ તા.૦૮/૦૪/૨૦૨૩ ના રોજ સહજાનંદ સોસાયટીના નાકે ભાગ્યલક્ષ્મી ટ્રાવેલ્સ નામની દુકાન સામે બ્રીજ નીચે તુલસીબેનની લાશ મળી આવી હતી.આ બાબતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત દાખલ કરવામાં આવ્યું હતું.મરણ થનાર બેનની લાશના પોસ્ટ મોર્ટમ દરમ્યાન મરણજનાર તુલસીબેનનું મોત ગળુ દબાવવાથી થયેલ હોવાનો અભિપ્રાય મળ્યો હતો.મરણજનાર તુલસીબેનના ભાઇ અખાભાઇ ધુળાભાઇ ભાટીએ તુલસીબેનનું અજાણ્યા ઇસમે કોઇપણ કારણોસર ગળુ દબાવી ખૂન કરેલ હોવાની રામોલ પોલીસ સ્ટેશન ખાતે તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ ફરીયાદ આપતા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.આ ગુનો વણશોધાયેલ હોય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ દ્વારા આ વણશોધાયેલ ખૂનના ભેદ ઉકેલવા સુચના તથા માર્ગદર્શન આપેલ જે અનુંસધાને પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઇ. કે.કે.ચૌહાણ અને પો.સ.ઈ. વી.ડી.ખાંટ ટીમ સાથે ઉપરોકત ખુનના ગુન્હાનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નશીલ હતાં તે દરમ્યાન એ.એસ.આઇ હિમંતસિંહ ભુરાભાઇ અને હે.કો. કૌશીક ગોવિંદભાઇને મળેલ ચોકકસ બાતમી આધારે આરોપી શંકરભાઇ ઉર્ફે ભૂરીયોને સોનીની ચાલી બિરજુનગરના નાકેથી ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપીને તુલસીની સાથે પાંચેક વર્ષ અગાઉ આડાસબંધ હતા અને આ તુલસીને વિરસિંહ ભદોરીયા નામના વ્યક્તિ સાથે છેલ્લા બે વર્ષથી આડાસબંધો છે. ગઇ તા.૭/૦૪/૨૦૧૩ ના રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ પોતે વટવા જીઆઇડીસી તરફથી એકસપ્રેસ હાઇવે ગરનાળા વાળા રસ્તે થઇ એકસપ્રેસ હાઇવેની બાજુમાં ન્યુ મણીનગર જવાના રોડ પર આવેલ ત્રિકમપુરા તરફ જતી ખારીકટ કેનાલ પાસે પાનના ગલ્લા આગળ બાંકડા ઉપર અને વિરસિંહ બંને જણા બેસેલ હતા, ત્યારે તુલસી તથા આરોપી શંકરની નજર એક થતા તુલસીએ ઝુમ પાડી તેને ઉભા રહેવા માટે જણાવતા તે પેડલ રીક્ષા સાઇડમાં રાખી ઉભો રહેલ. આ વખતે તુલસી તુલસીએ જણાવેલ કે તે અને વિરસિંહ અહીં બેઠા છે તેવી વાત તેના ઘરે ના કરવા માટે જણાવેલ.જેથી પોતે તુલસીને કહેલ કે તુ વિરસિંહ સાથે બોલે કે ના બોલે મારે શુ લેવા દેવા. તેમ જણાવતા તુલસીએ જણાવેલ કે જો મારા ઘરે કાલે ખબર પડશે તો તારી આવી બનશે.તેમ કહી તુલસીએ તેનો કોલર ખેંચી ઝપાઝપી કરતા તેણે તુલસીને ધકકો મારતા તે લોખંડની એંગલની પાછળ પડી ગયેલ.જયાંથી તે ઉભી થઇ પાછી તેની પાસે આવેલ અને તેને લાતો મારવા લાગેલ જેથી તેણે તુલસીનુ ગળુ પકડી પેડલ રીક્ષા પર પાડી દેતા તે છુટવા માટે પ્રયત્ન કરતા તેનુ ગળુ દબાવી મારી નાખેલ.તુલસીને પેડલ રીક્ષામાં મૂકી તેની ઓઢણીથી તેને ઢાંકી અને પેડલ રીક્ષા ચલાવી લઇ થોડે આગળ આવેલ બીજી કેનાલ પાસે રોડની સાઇડમાં પાણીની ટાંકી પાસે આવેલ જયાં પાણી લઇ તુલસીના ચહેરા પર છાંટેલ પરતું તે જીવિત જણાયેલ નહી. તે મરી ગયેલ હોવાની ખાત્રી થતા ત્યાંથી આગળ સીટીએમ થી એકસપ્રેસ હાઇવે તરફ જવાના બ્રીજ પાસે ટ્રાવેલ્સની ઓફીસની સામે બ્રીજની નીચે તેની લાશ પેડલ રીક્ષામાંથી ઉતારીને પેડલ રીક્ષા ચલાવી લઇ તેના ઘર તરફ જતો રહેલ.

જેથી આરોપીએ જણાવેલ ઉપરોકત હકીકત બાબતે તપાસ કરતા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ધી ઇપીકો કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધવામાં આવેલ હોઇ આરોપીએ તુલસીને મારી નાખી તેની લાશને સગેવગે કરવામાં તેની પેડલ રીક્ષાનો ઉપયોગ કરેલ તે પેડલ રીક્ષા સાથે આરોપીને રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com