નકલી પોલીસ બની આવતા જતા માણસોને પોલીસની ખોટી ઓળખ આપી ધમકાવી બળજબરીથી રૂપીયા પડાવતા ઈસમોને ઝડપતી રામોલ પોલીસ

Spread the love

રૂપીયા પડાવતા ઈસમોને ઝડપતી રામોલ પોલીસ બળજબરીથી કઢાવી લીધેલ રૂપીયા ૧૩૦૦૦ તથા ગુનામાં વાપરેલ બે મો.સા તથા બે મોબાઈલ ફોન મળી કુલ્લે કીમત રૂપીયા ૧,૩૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ચાર ઈસમો ઝડપાયા

અમદાવાદ

અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર સેક્ટર-ર તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૫ તથા મદદનીશ પો.ક. “આઈ ડીવીઝનની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર સી.આર.રાણાના માર્ગદર્શન હેઠળ તા:૧૧/૦૪/૨૦૨૩ ના રોજ પો.સ.ઈ એ.આર.તડવી તથા સ્ટાફના માણસો સાથે મિલકત સબંધી બનતા ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કો સત્યજીતસિંહ નિર્મળસિંહ તથા પો.કો લાલજીભાઈ જહાભાઈ ને મળેલ સંયુક્ત બાતમી આધારે રામોલ વસ્ત્રાલ ચાર રસ્તા પુષ્પ બીઝનેશ કોમ્પલેક્ષ સામે રોડ ઉપર પંચો સાથે વોચ તપાસ કરતા આરોપીઓ નં.૧ હીતેષ ઉર્ફે કુણાલ કેયુરભાઈ શાહ , ફીરોજ અલીહુસેન શેખ,શાહરૂખ અબ્દુલ ગફાર અન્સારી ,તથા ન.૪ સીરાજખાન નીયાજખાન પઠાણને પોતાના કબજામાં રોકડા રૂપીયા ૧૩૦૦૦/- તથા અલગ અલગ બે ટુ વ્હિલર તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ:૦૨ મળી કુલ્લે કીમત રૂપીયા ૧,૩૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી સદરી આરોપીઓની પુછપરછ દરમ્યાન તમામ ઈસમોએ જણાવેલ કે તેઓ મીત્રો હોય અને તેમની પાસે કોઈ કામ ધંધો ન હોય જેથી તેઓએ નકલી પોલીસ બની પૈસા પડાવવાનુ નક્કી કરેલ અને તા:૦૮/૦૪/૨૩ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ચારેય જણા વસ્ત્રાલ ચાર રસ્તા પુષ્પ કોમ્પલેક્ષ સામે ઉપરોક્ત

બન્ને મો.સા લઈને ઉભા હતા અને એક મોટી ઉમરનો માણસ સરગમ ગેસ્ટ હાઉસ માંથી બહાર આવી મો.સા લઈ મહાદેવનગર તરફ જતા તેઓ ચારેય જણા તેની પાછળ પાછળ ગયેલ અને સુરેલીયા રેવાભાઈ એસ્ટેટ સામે રોડ ઉપર આવતા તેઓએ તે માણસને ઉભો રાખેલ અને પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ક્યાથી આવે છે અને તમારા ઘરે જાણ કરીશુ તમને બદનામ કરી તમારા વિરૂધ્ધ ગુનો દાખલ કરીશુ તેમ જણાવી ખોટો કેશ નહી કરવા રૂપીયા ૨૫૦૦૦/- ની માંગણી કરેલ અને તે માણસને રબારી કોલોની આઈસીઆઈસી બેંકના એટીએમ ખાતે લઈ જઈ બળજબરીથી રૂપીયા ૧૫૦૦૦/- કઢાવી લઈ લીધેલ હોવાની કબુલાત કરતા ઉપરોક્ત મુદ્દામાલ પંચો રૂબરૂ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે કરી તમામ આરોપીઓને ૪૧(૧)ડી મુજબ અટક કરી આરોપીઓ વિરૂધ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ધી ઈપીકો કલમ ૧૭૦,૩૮૪,૨૯૪(ખ),૫૦૬(૧),૧૧૪ મુજબનો ગુનો દાખલ કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીનો ગુનાહીત ઈતીહાસ:

* આરોપી નં.૧ તથા ૨ નાઓ અગાઉ રામોલ તથા બાપુનગર તથા ખોખરા પોલીસ સ્ટેશન

ખાતે નકલી પોલીસના ગુનામાં પકડાયેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના માણસો

પો.સ.ઈ એ.આર.તડવી

• એ.એસ.આઈ નિશારઅહેમદ અબ્દુલગની

*પો.કો લાલજીભાઈ જહાભાઈ

પો.કો સત્યજીતસિંહ નિર્મળસિંહ બ.નં.૫૧૨૭ પો.કો જયવિરસિંહ ઘનશ્યામસિંહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com