ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે ગુજરાત રાજ્ય બીજ નિગમ કે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સી કે સરકારી નિગમને વધુ સુદ્ધઢ બનાવવામા આવે અને સરકારી રાહે ખેડુતોને એગ્રી ઇન્પુટસનો ગુણવત્તાયુકત જથ્થો મળી રહે
અમદાવાદ
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય બીજ નિગમ લી. એક સરકારી કંપની છે છેલ્લા ૨૦ વર્ષથી સતત નબળી પાડવાનુ કામ રાજ્ય સરકાર કરી રહી છે, તેના કારણે ખેડુતો બીયારણની ગુણવતા, ભાવ અને સમયે બીયારણના પુરવઠાના પ્રશ્નોથી પરેશાન છે.બીયારણ ખેતી માટે એક અગત્યનુ પરિબળ છે અને ખેતી ઉત્પાદનનો સૌથી મોટો પ્રભાવ બીયારણનો છે ત્યારે રાજ્ય સરકાર બીજ નિગમને દિવસેને દિવસે નબળુ પાડીને સંપુર્ણ ખાનગી બીજ ઉત્પાદક કંપનીઓ ઉપર ખેડુતોને નભતા કરી દીધા, અને તેના પરિણામે ખેડુતો દર વર્ષે નકલી બિયારણનો ભોગ બની રહ્યા છે અને કરોડો રુપિયાનો ધંધો રળી લેતા આવા નકલી બીજ ઉત્પાદકોને રાજ્ય સરકાર સીધીને આડકતરી રીતે હુફ આપી રહી છે ! આજે આવી અનેક ફરિયાદો સરકારી દફતરમા પેન્ડીગ પડી છે.ઉપરાંત રાજ્ય સરકારનો કોઇ પ્રભાવ કે પક્કડ આવા બીજ ઉત્પાદકો ઉપર નથી.અને તેના કારણે લાખો ખેડુતો કરોડોનુ નુકશાન સહન કરે છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ સ્પષ્ટ કહે છે કે ખેતીને મજબુત કરવામા રાજ્ય સરકારના બોર્ડ – નિગમોનો સિંહફાળો રહ્યો છે છતાં ગુજરાત રાજય બિજ નિગમ, ગુજરાત રાજ્ય સીડ સર્ટીફિકેટ એજન્સી મૃતપાય અને જીએલડીસી ને તાળા પણ મારી દીધા. આ પણ એક રાજ્ય સરકારનુ ખેડુત વિરોધી ષડયંત્ર છે,આમ પણ સરકારી કંપનીઓને નબળી પાડવી, ખોટ કરતી કરવી અને છે અંતે તાળા મારીને લાભાર્થી મિત્રોને સમર્પણ ભાવથી અર્પણ કરવાની સમજદારી ભરી યોજના છે,એ ભાજપા સરકારોમા પરંપરા રહી છે.
ગુજરાત રાજ્ય બીજ નિગમ લી.૧૯૯૦ મા કુલ ૩૫૬ કર્મચારીઓની મંજુરી વાળા મહેકમ સાથે કાર્યરત હતુ જે ૨૦૨૧ મા એટલે કે આજે માત્ર ૨૦૪ કર્મચારીવાળુ અને ભરાયેલ જગ્યા માત્ર ૧૦૪ છે ,અને તેમા પણ ૫૬ જગ્યા તો નોન ટૅકનિકલ છે.આ સ્ટાફની સંખ્યા ઉપરથી નિગમનુ પરિણામ સૌની સામે આવી જ જાય છે. બીજ નિગમમા ૧૯૯૦ મા બીજ નિરિક્ષકની સંખ્યા ૭૪ હતી જે આજે તમામ રદ કરી નાખી, જ્યારે બીજ અધિકારીની મંજુર થયેલ જગ્યા ૮૧ છે પરંતુ ૪૧ જગ્યા ખાલી છે, આમ છેલ્લા ૨૦ વર્ષમા સતત રાજ્ય સરકાર આ નિગમના કર્મચારીઓની સંખ્યા ઘટાડતી રહી છે, ૨૦૦૨ ની સરખામણીમા આજે ૨૦ % સ્ટાફ ની જગ્યા ભરેલ નથી ત્યારે થોડા સીધા સવાલોના જવાબ રાજ્ય સરકાર ખેડુતોના હિતમા આપે. ખેડુતોને ગુણવતાસભર બીજ પુરુ પડવાનો વિકલ્પ રાજ્ય સરકાર બંધ કરવા માંગે છે ? રાજ્ય સરકાર નિગમનુ મહેકમ ઘટાડીને ગુજરાત રાજ્ય બીજ નિગમ લી. અને ગુજરાત સીડ સર્ટીફિકેટ એજન્સી જીએલડીસીની માફક બંધ કરવા માંગે છે ?
અનઅધિકૃત બીટી કપાસ બીજ ઉત્પાદનને નશ્યત કરવા માટે ચાલુ વર્ષે કેટલા નમુના લેવાયા અને શુ કાર્યવાહી કરી ? આવા ઇસમો વિરુદ્ધ કડક હાથે કામ લેવા માટે રાજ્ય સરકાર પાસે કોઇ વિશેષ આયોજન શુ છે ? છેલ્લા ૨૦ વર્ષથી નકલી બીટી કપાસ બીજનો ભોગ લાખો ખેડુત બન્યા છે રાજ્ય સરકાર પાસે નકલી બીટી કપાસ બીજનુ ઉત્પાદન કરતા ઉત્પાદકોની યાદી છે ? ગત વર્ષે તા.૦૪.૦૬૨.૨૦૨૨ નારોજ અનાધિકૃત નકલી બીટી કપાસ બીજનો મોટો જથ્થો ખેતીવાડી ખાતાએ પકડીને ૪ આરોપીઓ ઉપર પોલીસ કાર્યવાહી કરેલ પરંતુ આજે આ કેસની સ્થિતિ શુ છે ?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા મનહર પટેલ જણાવે છે કે અમો ગુજરાત સ્ટેટ સીડ પ્રોડયુસર્સ અસોસીએશનને પણ વિનંતી કરીએ છીએ કે આપની સંસ્થાના સભાસદ કંપનીઓ પૈકી જે કંપનીઓ નકલી બીટી કપાસ બીજનો જથ્થો અનઅધિકૃત રીતે ઉત્પાદન કરતા/રાખતા/વેચતા ખેતીવાડી ખાતાના જાપ્તામા રાજ્યની પોલીસે પકડેલ હોય અને તેમના પર પોલીસ ગુનો નોંધાયેલ છે, જે એક ખેડુત વિરોધી કૃત્ય છે આવા સરકારી આરોપીઓને તેના સામાન્ય સભ્યપદેથી દુર કરવા જોઇએ અને ભવિષ્યે નકલી અને અનધિકૃત બીટી કપાસ બીજનુ ઉત્પાદન નહી કરે તેની બાંહેધરી લખાવવી જોઇએ. અને તમામ કંપની સભાસદોને તાકીદ કરવી જોઇએ કે અનાધિકૃત રીતે બીટી કપાસ/અન્ય બીજ ઉત્પાદન ન તાકીદ કરે અને રાજ્ય સરકારના નિયમોનુ ચુસ્તપણે પાલન કરે.
વિશેષ ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે ગુજરાત રાજ્ય બીજ નિગમ કે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણિત એજન્સી કે સરકારી નિગમને વધુ સુદ્ધઢ બનાવવામા આવે અને સરકારી રાહે ખેડુતોને એગ્રી ઇન્પુટસનો ગુણવત્તાયુકત જથ્થો મળી રહે.