રથયાત્રામાં મહિલા પોલીસ માટે 50 મૂવિંગ ટોયલેટ મૂકવાની કરી જાહેરાત : એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ હવે આગામી દિવસોમાં આ વાહનોની મદદથી આ પ્રકારના ગુના સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપથી પકડી શકશે
અમદાવાદ
આજે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદમાં નરોડા વિસ્તારમાં અનેક પ્રોજેક્ટ શરુ કરાવ્યાં હતાં. ખાસ કરીને મહિલા પોલીસ કર્મીઓ માટે મૂવિંગ ટોયલેટ ફેસિલિટી પ્રોજેક્ટની સમીક્ષા પણ કરવામાં આવી હતી.મહિલા પોલીસ માટે ઇન્ડિયન વુમન નેટવર્ક અને પહલ ફાઉન્ડેશન દ્વારા એક મુવિંગ ટોયલેટ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી આ પ્રોજેક્ટની સમીક્ષા કરી ગૃહરાજ્યમંત્રીએ કરીને આગામી રથયાત્રામાં શહેરમાં બંદોબસ્ત માટે આવતી મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસ અધિકારીઓને આ સુવિધાનો લાભ મળે તે હેતુથી 50થી વધુ આ પ્રકારના મુવિંગ ટોયલેટ મૂકવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ ટોયલેટની વિશેષતા એ છે કે તેમાં બાયો ડિઝાસ્ટર ટેન્ક કનેક્ટેડ હોવાથી તેમાં ઉત્પન્ન થતો તમામ કચરો બાયોગેસ પ્લાન્ટમાં ઉપયોગ કરી શકાય છે. છેલ્લા ઘણા સમયથી નારોડા પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મીઓ અને અન્ય મહિલાઓને પાડતી મુશ્કેલીઓ માટે આ મોબાઇલ શોચાલયની જરૂર હતી જે આજે પૂર્ણ થઈ છે. અમદાવાદ શહેરમાં આ વર્ષની રથયાત્રા દરમિયાન 50 થી વધારે ટોયલેટ આ પ્રકારની વ્યવસ્થાઓ જે મહિલા ને કોઈ પણ પ્રકાર ની તકલીફ ના પડે તે માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં ટોયલેટ વાન મૂકવામાં આવી તેમજ પોલિસ સ્ટેશન માં બાળકો માટે સ્પેશીયલ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો આવી વિવિધ કામગીરીનો પણ નિરીક્ષણ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ખાતે નવનિર્મિત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 સેનાપતિ કચેરી તથા આવાસનું લોકાર્પણ કર્યું હતું. પોલીસ અધિકારીઓ કર્મચારીઓ માટે પોલીસ આવાસ તરફથી અનેક મકાન બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે તેવામા ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા અમદાવાદમાં સેનાપતિ કચેરી તથા પોલીસ જવાનો માટેના બી કક્ષાના 288 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 અમદાવાદ સેનાપતિ કચેરી તેમજ આવાસોનું લોકાર્પણ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું.બીજી તરફ વાત કરવામાં આવે તો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે રાજ્ય સરકારે ફાળવેલા 32 બોલેરો કાર તેમજ 33 બાઈકને ગૃહરાજ્યમંત્રીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. માનવ તસ્કરી માટે કામ કરતું એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ હવે આગામી દિવસોમાં આ વાહનોની મદદથી આ પ્રકારના ગુના સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપથી પકડી શકશે.