અમદાવાદ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પાટણ-ભીલડી અનારક્ષિત સમર ડેઈલી સ્પેશ્યલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય કર્યો છે.
ટ્રેન નંબર 09407/09408 પાટણ-ભીલડી-પાટણ સ્પેશ્યલ (કુલ 136 ટીપ્સ)ટ્રેન નંબર 09407 પાટણ-ભીલડી સ્પેશ્યલ 24 એપ્રિલ 2023 થી 30 જૂન 2023 દરમિયાન પાટણથી 19:05 કલાકે ઉપડશે અને 20:30 કલાકે ભીલડી પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09408 ભીલડી-પાટણ સ્પેશ્યલ 25 એપ્રિલ 2023 થી 01 જુલાઈ 2023 દરમિયાન ભીલડીથી સવારે 06:10 વાગ્યે ઉપડશે અને સવારે 07:25 વાગ્યે પાટણ પહોંચશે.માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં ખલીપુર, કાંસા, વાયડ અને શિહોરી સ્ટેશનો પર ઉભી રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે