યુવરાજસિંહ જાડેજા પર લાગેલ કેસ તાત્કાલિક પાછો ખેંચવા આપ પાર્ટીની માંગ

Spread the love

SIT ની રચના કરી ગુજરાતમાં થયેલી ડમી ભરતીઓના સમગ્ર કાંડની તપાસ કરવા બાબતે પત્ર લખી મુખ્યમંત્રીને રજૂઆત

અમદાવાદ

આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખે એક યાદીમાં જણાવ્યું હતું કે યુવરાજસિંહ જાડેજા પર લાગેલ કેસ તાત્કાલિક પાછો ખેંચવા, SIT ની રચના કરી ગુજરાતમાં થયેલી ડમી ભરતીઓના સમગ્ર કાંડની તપાસ કરવા બાબતે પત્ર લખી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.રાજ્ય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં અનેક વખત નિષ્ફળ રહી છે. અનેક પેપર ફૂટ્યા અને પરીક્ષાઓ રદ કરવી પડી ત્યારે રાજ્ય સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. અનેકો યુવાનોની તૈયારી ઉપર, આશા અરમાનો ઉપર પાણી ફરી વળ્યુ છે. આવા દરેક પ્રસંગે યુવરાજસિંહ જાડેજાએ પુરાવા જાહેર કર્યા,એનાથી સરકારને ગુનેગારો સુધી પહોંચવાની કડી મળી ! એ વાત અલગ છે કે દરેક વખતે સરકારે નાની માછલીઓ પકડી અને મોટા મગરમચ્છો સુધી પહોંચવાની તસ્દી જ ના લીધી !  આમ આદમી પાર્ટીની માગણી છે કે યુવરાજસિંહ પરનો કેસ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે,સમગ્ર કાંડની પોલીસને બદલે હાઇકોર્ટ/નિવૃત્ત સુપ્રીમ ન્યાયાધીશની અધ્યક્ષતામાં SITની રચના કરી તપાસ કરવામાં આવે, તમામ પેપર લીક, ડમી ભરતી, ડમી પ્રમાણપત્રો સહિતની તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતી બાબતો સ્પેશ્યલ કોર્ટમાં ઝડપથી ચલાવી તટસ્થ ન્યાય કરવામાં આવે.આમ આદમી પાર્ટી નાં નેતા અને કાર્યકરોએ આજે અમદાવાદ,સુરત રાજકોટ , ભાવનગર , પાટણ ,સાબરકાંઠા , અરવલ્લી,સહિત અન્ય જિલ્લાઓમાં જઈ કલેકટર ઓફિસ માં આવેદનપત્ર આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com