ક્રિકેટના સટ્ટાના જુગાર માટે ઓનલાઇન આઇ.ડી. બનાવી ગ્રાહકોને આપતાં હતાં : ૧૨ આરોપીઓને નામદાર કોર્ટમાંથી તા.૨૭/૦૪/૨૦૨૩ સુધીના રીમાન્ડ મળ્યા છે
અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. વી.ડી.ડોડીયા, ટેક્નીકલ પો.સ.ઇ. સચિન પટેલ તથા અન્ય સ્ટાફના માણસો દ્વારા આઇ.પી.એલ. ટી-૨૦ ક્રિકેટ મેચના સટ્ટાનો જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી ઓનલાઇન આઇ.ડી. બનાવી ગ્રાહકોને આપતાં આરોપીઓ
(૧) ભવરલાલ જેઠારામ ચૌધરી ઉ.વ.૧૯, રહે. ગામ: ભોજાસર, સિયોલોકી ધાણી,તા.બાયતુ, જી.બાડમેર, રાજસ્થાન
(૨) અશોકરામ રાજુરામ સૈન ઉ.વ.૨૦, રહે. ગામ: ખીરજા આશા, તા. શેરગઢ, જી. જોધપુર, રાજસ્થાન.
(૩) અશોકદાસ તેજદાસ સંત ઉ.વ.૨૦, રહે. ગામ: સોલંકીયા તલા, તા. શેરગઢ, જી. જોધપુર, રાજસ્થાન.
(૪) ભીયારામ જેઠારામ ડુકીયા (જાટ) ઉ.વ.૧૯, રહે. ગામ: ઓડીટ, તા. લાડેનુ, જી.નાગોર, રાજસ્થાન.
(૫) પ્રકાશ ઉર્ફે મુન્નો બાબુલાલ માળી ઉ.વ.૩૯, રહે. ગામ: સુમેરપુર, પ્લોટ નં.૧૧૩, ન્યુ મહાવિર નિવાસ, જવાઇ રોડ, તા.જી. પાલી, રાજસ્થાન,
(૬) કિશનલાલ મેઘારામ જાટ ઉ.વ.૨૧, રહે. ગામ: મોખાવા, તા. ગુડા માલાની, જી.બાડમેર, રાજસ્થાન.
(૭) આસુરામ દેવારામ ચૌધરી (સીયોલ) ઉ.વ.૧૯, રહે. ગામ: ઉંડુ, ધન્નાની મેઘવાલની ધાણી, તા. શિવ, જી. બાડમેર, રાજસ્થાન.
(૮) ચૈવરચંદ રૂપારામ જાટ (ગોંદારા) ઉં.વ.૧૯, રહે. ગામ: કંપલીયા, તાજોણી ભાંભુઓ કી ઘાણી, તા. ગીડા, જી. બાડમેર, રાજસ્થાન. (૯) કેશારામ અસલારામ ચૌધરી ઉ.વ.૨૨, રહે. ગામ: રતેઉ, મદો કી ધાણી, તા. ગીડા, જી.બાડમેર, રાજસ્થાન,
(૧૦) રાજેન્દ્ર હમીરારામ પ્રજાપતિ ઉ.વ.૧૯, રહે. મકાન નં.૧૧, ભટ્ટી કી બાવડી,ચોપાસની હાઉસીંગ બોર્ડ, નંદનવન, જોધપુર, રાજસ્થાન.
(૧૧) સુનીલકુમાર અમરપાલ ગૌતમ ઉ.વ.૨૩, રહે. ગામ: મકુનીપુર, તા.કુંડા, જી.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ.
(૧૨) દિલીપકુમાર સાલીકરામ ગૌતમ ઉ.વ.૨૨, રહે. ગામ: રૂમ નં.૩૬, ગોગીરી, બરબસપુર, તા.કુંડા, જી. પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશને ચાંદખેડા ખાતેથી ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન નંગ-૨૬ કિ.રૂ.૩,૬૦,૦૦૦ તથા રોકડા નાણા રૂ.૪૫૦૦ યુ.એ.ઇ, ચલણની નોટો ૫ કિંમત રૂ.૦૦/-, નેપાળ ચલણની નોટ નંગ-૦૧ કિંમત રૂ.૦૦/-, લેપટોપ નંગ-૦૪ કુલ f8.3, ૧,૨૦,૦૦૦ { આધારકાર્ડ નંગ-૭ કિ.૪-, પાન કાર્ડ નંગ-૧ કિ.૩ ૦૦, ડ્રાયવીંગ લાયસન્સ નંગ-૦૧ કિ.રૂ.૦૦/-, ક્રીકેટ સટ્ટા લગત વ્યવહારોની નોંધ ચોપડા નંગ-૦૯ કિ.રૂ.૦૦/-, બૉલ પેન નંગ-૦૬ કિ.રૂ.૦૦/-, કેલ્ક્યુલેટર નંગ-૦૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિંમત રૂ.૪,૮૪,૫૦૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યો હતો.મુખ્ય આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ માલી (મારવાડી) દિલીપ સોલંકી તથા જીતુ માલીએ ભેગા મળી આરોપીઓને દુબઇ ખાતે ક્રિકેટ મેચના જુગાર રમવા માટે ઓનલાઇન વેબસાઇટ Fairplay.co.in તથા my Fairplay.com ઉપરથી માસ્ટર આઇ.ડી. Fairplay0083 તથા Fairplay0093 બનાવી જેના દ્વારા ગ્રાહકોને આઇ.ડી.ઓ. બનાવી આપી અલગ અલગ રકમ અન્ય વ્યક્તિઓના નામના ખોટા બેંક એકાઉન્ટ ખોલાવી તે બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવી તેમજ હારજીતના નાણાની રકમ જમા કરાવી અમુક રકમ જમા થયેથી તે રકમ અન્ય બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી, તેના સાગરીતો સાથે વર્ચ્યુઅલ નંબરના વોટ્સએપ કોલથી સંપર્કમાં રહી આર્થીક લાભ મેળવી ક્રિકેટ મેચના સટ્ટાના જુગારનું મોટુ રેકેટ પકડવામાં આવ્યું ઉપરોક્ત આરોપીઓ પૈકી રવિન્દ્ર ઉર્ફે રવિ માલી (મારવાડી) દિલીપ સોલંકી તથા જીતુ માલી દ્વારા ક્રિકેટ મેચના સટ્ટાનું રેકેટ ચલાવવામાં આવતું હતુ. જે બાબતે થોડા દિવસ અગાઉ ગાંધીનગર જીલ્લા એલ.સી.બી. દ્વારા રેડ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી જે કેસમાં બંને આરોપીઓ વોન્ટેડ છે.
આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ માલી (મારવાડી) દિલીપ સોલંકી તથા જીતુ માલી એ ભેગા મળી ક્રિકેટ મેચના જુગારનું રેકેટ ચલાવવા માટે બંગલા નં.૭, રોયલ ઓર્ચીડ બંગલોઝ, નિલકંઠ બંગલોઝની પાસે, સ્વાદ ગાંઠીયા રથના ખાંચામાં, ચાંદખેડા, અમદાવાદ વાળો બંગલો ભાડેથી રાખી ઓનલાઇન વેબસાઇટ પરથી બનાવેલ માસ્ટર આઇ.ડી. આધારે ગ્રાહકોને જુદા જુદા નામના આઇ.ડી.ઓ. બનાવવા માટે દુબઇ ખાતે ટ્રેનીંગ આપી તૈયાર કરેલ, રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશ છોકરાઓને ભાડાના બંગલામાં રહેવા તથા જમવાની સગવડ કરી આપી તેઓને લેપટોપ, મોબાઇલ તથા ડમી બેંક એકાઉન્ટ નંબરો આપી ગ્રાહકોને બનાવી આપેલ આઇ.ડી. પેટે મેળવેલ રકમ ડમી બેંક એકાઉન્ટમાં જમા કરાવતા હતા.ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ એ માં ઈપીકો કલમ ૪૬૫, ૪૬૮, ૧૨૦(બી), ૧૧૪ તથા જુગારધારા કલમ ૪, ૫ તથા આઈ.ટી. એક્ટ કલમ ૬૬(સી)(ડી) મુજબ ગુનો નોંધી આગળની તપાસ પો.ઇન્સ. પી.કે.ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે. પકડાયેલ બાર આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરી તેઓના તા.૨૭/૦૪/૨૦૨૩ સુધીના રીમાન્ડ મેળવવામાં આવેલ છે. તેમજ વોન્ટેડ આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ માલી (મારવાડી) દિલીપ સોલંકી તથા જીતુ માલીને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે . બેંક એકાઉન્ટ નંબરની માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.