સરકારી જમીન ઉપર મંડપનો સામાન મૂકી અંડીંગો જમાવનારા પર લેન્ડગ્રેબીંગની ફરીયાદ

Spread the love


સૈયદપુરા તુરાવા મહોલ્લામાં સરકારી જમીન પર પતરાવાળું બાંધકામ કરી મંડપનો સામાન મૂકી કબજાે કરનાર વિરુદ્ધ લાલગેટ પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સૈયદપુરા તુરાવા મહોલ્લા વોર્ડ નં.૦૫ સીટી સર્વે નં.૧૭૨૫ ની સરકારી જમીન ઉપર મુસ્તાક એહમદ અબ્દુલગની નવાબ ( મંડપવાલા ) ( રહે.૫/૧૭૨૧, તુરાવા મહોલ્લો, સૈયદપુરા, સુરત ) એ કાચુ પતરાવાળુ બાંધકામ કરી તેમાં વેલકમ મંડપ સર્વીસના નામથી મંડપનો સામાન મુકી કબજાે કરી વેપાર શરૂ કર્યો હતો.તેણે મુકેલા સામાનને લીધે આવતા જતા લોકોને અવરોધ પણ થતો હતો.આ અંગે સ્થાનિકોએ કલેક્ટરને રજુઆત કરતા સીટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયરે સ્થળ તપાસ કરી હતી.તેના આધારે ગતરોજ ઈન્ચાર્જ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ ઉમેશભાઈ બાવચંદભાઇ હરખાણી ( રહે.૯૦, શ્રધ્ધા રો હાઉસ, સરથાણા કોમ્યુનિટી હોલની સામે, નાના વરાછા, સુરત ) એ લાલગેટ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.લાલગેટ પોલીસે સરકારી જમીન પર કબજાે કરનાર મુસ્તાક એહમદ અબ્દુલગની નવાબની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.વધુ તપાસ એસીપી આર.આર.આહીર કરી રહ્યા છે.

GJ-18 ખાતે પણ સેક્ટરોમાં જ્યાં ચોક આપ્યા છે, ત્યાં ગેરકાયદે શેડ, મંડપ ડેકોરેટર્સના ખૂમચા, કંસ્ટ્રક્શન સાઇડ ચલાવતા હોય તો ત્યાં પતરા, લાકડા, ફરમા, આના કારણે સરકારી જમીનો હડપ કરવાના ખેલો સામે હવે તંત્ર પણ જાગ્યું છે, ત્યારેસુરત ખાતે લેન્ડગ્રેબીંગની ફરીયાદ થતાં હવે GJ-18 ખાતે પ્રજા જાગશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com