૩૩% મહિલા અનામત મળ્યા બાદ પણ મહિલાનું ડ્રાઇવ તો આજે ઘણા પતિદેવો કરી રહ્યા છે,
દેશમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તથા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા મહિલાઓના ઉત્થાન માટે ૩૩% આરક્ષણ મહિલાઓ માટે લાવતા રાજકારણમાં પણ મહિલાઓનો દબદબો વધ્યો છે, પણ હા સો મહિલા માંથી માંડ પાંચ ટકા હોશિયાર અને પ્રજાના પ્રશ્નોને વાંચા આપીને ફિલ્ડમાં જતી હોય છે, ત્યારે ઘણી મહિલાઓના વહીવટ મોટાભાગે પતિદેવો કરે છે, ત્યારે GJ-18 મનપા ખાતે ઘણી મહિલાઓ ચૂંટાઈ છે, ત્યારે મહિલાઓને મીટીંગ કોઈ કાર્યક્રમ આમંત્રણ પાર્ટીનો આદેશ મનપા ખાતે સામાન્ય સભા હોય તો પતિદેવોએ બાપા બાપા કહીને લાવવી પડે છે, ત્યારે એક મહિલાએ તો તેના પતિને કહી દીધું કે હું રાજીનામું આપી દઈશ, મને કંટાળો આવે છે, રોજબરોજના કાર્યક્રમમાંથી હું કંટાળી ગઈ છું, ત્યારે પતિદેવ ફોસલાવીને લાવે છે, ત્યારે પતિદેવ ચૂંટણીમાં જીતવા ભારે મહેનત નાણાં ખર્ચ કર્યા અને રાજીનામું આપી દે તો બધું જ જાય અને હવે એક વર્ષ બાદ નવા હોદ્દેદારની નિમણૂકની લોકો રાહ જાેઈને બેઠા છે, ત્યારે એક મહિલાએ તો તેના પતિને કહી દીધું કે પગાર કેટલો જમા થયો છે, મને સોનાનો હાર કરાવી આપો ત્યારે વર્ષથી ફેલાવતા પતિદેવ મહિલા નગરસેવક કડક થતા અને એક બે કાર્યક્રમમાં આવવાની નનિયો ભણી દેતા પતિદેવને ઊંચા ભાવે સોનું ખરીદવાની ફરજ પડી હતી, અને હવે તો ૫૦૦ રૂપિયાની સાડીના જમાના ગયા ૨૦૦૦થી ઉપર અને ડ્રેસ પણ ત્રણથી ચાર હજારનો લઈ આપો તો જ મીટીંગ અને કાર્યક્રમમાં આવીશ ત્યારે પતિદેવો ત્રસ્ત થઈ ગયા છે,એક મહિલાએ તો તેના પતિને કહી દીધું કે રોજના કાર્યક્રમ બેસણામાં જવાનું મને નથી ગમતું, ત્યારે હાલ તો એક વર્ષ બાદ નવા હોદ્દેદારોનું સપનું બતાવીને ગાડી ગબડાવે રાખે છે, પણ કરવું શું ? ઘણા મોટાભાગના પતિદેવો ટિકિટ લેવાની હતી, પણ અન્ય પુરુષોનું કમિટમેન્ટના કારણે મહિલાઓની જગ્યા ખાલી હોય જેથી પતિદેવો એ પત્નીને નગર સેવકની ચૂંટણીમાં ઝપલાવવા ટિકિટ લઈ લીધી અને ચુંટાયા બાદ દરેક વખતે કાર્યક્રમનું ચૂંટણી પ્રચાર મીટીંગો મતવિસ્તારના કામો આ બધું પતિદેવ સંભાળે છે, પણ જ્યાં હાજરી જાેઈએ જ ત્યાં શું કરવું? ત્યારે ફોસલાવી ફોસલાવીને બાપા બાપા કરીને લાવવી પડે છે, એક પત્નીએ તો પતિદેવને એક વર્ષની ફરવા લઈ જવાના ટોટા ગળાઓ છો તો ક્યારે લઈ જવાના છો નહીંતર હવે હું કોઈ જ કાર્યક્રમમાં હાજરી નહીં આપું ત્યારે વાયદો હવે મે જુનનો કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, ત્યારે ઘણીવાર પતિદેવો મનપા દ્વારા બહારગામ અન્ય રાજ્યમાં જવાના હોય તો પત્ની મૂકવાનાં બહાને ચેક કરવા આવે છે, કે ક્યાંય બીજે જવાના નથી ને એટલે, ગાડી ઉપડી ગયા બાદ અવજાે કહેવા રૂબરૂજ જવાનું ત્યારે હાલ સૌથી વધારે કફોડી સ્થિતિ જે મહિલાઓ ચૂંટાઈ છે, અને તેમાં મહિલાઓને રાજકારણમાં રસ નથી પણ ફક્ત પતિદેવના કારણે ચૂંટણીમાં ઊભી રહી હતી તેમાં ખૂબ જ મોટા પ્રશ્નો ઉદ્ભવ્યા છે, ત્યારે પતિદેવો આટલા વર્ષોમાં ક્યારેય હેરાન નથી થયા, તેટલા હેરાન મહિલાઓ ચૂંટાયા બાદ થઈ રહ્યા છે.