GJ-18 ભેળસેળનું હબ, ફૂડ વિભાગ, મનપા ફાટીને ધુમાડે ગયું હોય તેવી ચર્ચા, કેટલા સેમ્પલ લીધા?
શહેરમાં મળી રહેલો કેરીનો રસ ખાવા લાયક છે, ખરો? કેમિકલયુક્ત, કલર, ફ્લેવર યુક્ત હોવાનો દાવો
ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતેથી આખા ગુજરાત માટે કાયદા, નિયમો, પરિપત્રો, આદેશો ઠરાવો અહીંથી ભલે થતા હોય પણ જ્યાંથી આ બધું થાય છે, ત્યાંથી જ કાયદા તોડનારા રોજબરોજ છટકબારીઓ શોધી લે છે, ત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ મનપા દ્વારા ફૂડ સેમ્પલ ભેળસેળિયાઓને નાથવા અનેક રેડ પાડવામાં આવે છે, ત્યારે અહીંયા મનપા હપ્તાખોરી ગણવી કે સેટિંગ ડોટ કોમ ? ક્યાંય રેડ પાડીને સેમ્પલ લીધા હોય તો બતાવો ? કેટલા સેમ્પલ લીધા? ફૂડ વિભાગ ગાણાં ગાતું હોય છે, કે અમારે ડબલ ચાર્જ છે, જાેવા જઈએ તો મહાનગરપાલિકાને લાગે ત્યારે એક બીજા પર ખો આપતા હોય છે, ત્યારે શહેરમાં કેરીના રસના વેચાણ વાળા દે ધનાધન વેચી રહ્યા છે, ત્યારે કેરીનો રસમાં ફૂડ કલર તથા મેંગો ફ્લેવર એસન્સને ભેળવીને વેચાણ કરતા હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે, ત્યારે ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ ૨૦૦૬ અન્વયે કાર્યવાહી કરી કેરીરસ લુઝ નો નમુનો લેબમાં આવવા જાેઈએ ત્યારે શહેરમાં ગોળા વાળા, રસના કોલા, કેરીના રસના જ્યુસવાળા વધી ગયા છે,GJ-18 મનપા તથા ફૂડ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં શહેરમાં હાટડીઓ ભેળસેળની શરૂ થઈ ગઈ છે, ત્યારે દવાખાનાઓ ઉભરાય દર્દીઓ વધી જાય તે પહેલા ચેકિંગ કરવાનું શરૂ કરો અને નમૂનો લો, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં અખાદ્ય એવી ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો છે, ત્યારે કેરીનો રસમાં સેમ્પલ યુક્ત પ્રતિબંધિત કલર અને મેંગો ફ્લેવર નાખીને તૈયાર કરવામાં આવેલ છે, ત્યારે કેરીનો રસ ખાવાથી એસિડિટી જઠરમાં ચાંદા પડવા, પેટમાં બળતરા થવી, જીભમાં ચાંદા પડવા અને કેન્સર જેવા રોગો થવાનું ભય રહેલો છે.
GJ-18 ની સિવિલ હોસ્પિટલમાં જઠરમાં ચાંદા પડવા, પેટમાં બળતરા, એસીડીટી જીભમાં ચાંદા પડવા જેવા દર્દીઓથી સિવિલ ભરાઈ રહી છે, જે કેરીના રસમાં વપરાતા કેમિકલ કલરના કારણે થાય છે, અને કેન્સર જેવા રોગો પણ થઈ રહ્યા છે, GJ-18 મનપાના અધિકારીઓને જગાડો, ભેળસેળિયાઓને ભગાડો, શહેરમાં કેરીનું બોક્સ ૯ કિલોના ? ૧૩૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે ત્યારે ૧૦૦ થી ૧૪૦ રૂપિયા કિલો મળતો રસમાં વેપારીઓ આરોગ્ય સાથે છેડા કરી રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે કેરીનો રસ કાઢીને બજારમાં વેચતા વેપારીઓ કેરીને બદલે પ્રતિબંધિત કલર અને ફ્લેવર મિક્સ કરીને પપૈયાનું જ્યુસ વેચી રહ્યા છે પરંતુ લીવર હોવાથી લોકો હોસે હોસે ખાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ મનપા ફૂડ વિભાગ જાગો ભેળસેળિયાના કારણે મોટી ઉપાધિ બીમારી આવે તેવી શક્યતા,