અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા જીલ્લામાં અનડીટેક્ટ રહેવા પામેલ ગુન્હાઓનો ડીટેક્ટ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બી. તથા ટીમ દ્વારા ચમનભાઇ જાદવ પો.કોન્સ. તથા અનુપસિંહ સોલંકી પો.કોન્સને મળેલ સંયુક્ત બાતમી આધારે આરોપી અરવીંદભાઇ બચુભાઇ કો.પટેલ રહે.વનથળ તા.વિરમગામ જી.અમદાવાદને મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી નળસરોવર પો.સ્ટે.માં ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબના મોબાઇલ ચોરીના ગુન્હાનો ભેદ અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.એ ઉકેલ્યો હતો. આ કામગીરીમાં કર્મચારી અને અધિકારીઓ એલ.સી.બી પોલીસ ઇન્સપેકટર આર.એન.કરમટીયા, પો.સ.ઇ. એચ.આર.પટેલ, પો.સ.ઇ. જે.એમ.પટેલ, પો.સ.ઇ. આર.બી.રાઠોડ, હે.કોન્સ. જયદિપસિંહ વાઘેલા, હે.કોન્સ. રાજુજી ઠાકોર, હે.કોન્સ. કપીલદેવસિહ વાઘેલા, પો.કોન્સ. અનુપસિંહ સોલંકી, પો.કોન્સ. ચમનભાઇ જાદવ, પો.કોન્સ. દિપકસિંહ ઝાલા જોડાયેલ હતા.