અમદાવાદ
અમદાવાદ વિભાગ અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર તથા જીલ્લા પોલીસ વડા અમિત વસાવા અમદાવાદ ગ્રામ્યએ જિલ્લામા પ્રોહી/જુગારની ચુસ્ત અમલવારી સારુ પ્રોહિ/જુગારની કામગીરી શોધી કાઢવા સખ્ત સુચના કરેલી જે આધારે ઇ.નાયબ પોલીસ અધિક્ષક મેઘા તેવાર વિરમગામ વિભાગ વિરમગામના માર્ગદર્શન અનુસાર વિરમગામ ટાઉન પો.સ્ટે વિસ્તારમા પ્રોહિ/જુગારની પ્રવૃતિઓ સદંતર નેસ્ત નાબુદ કરવા સારુ પોલીસ ઇન્સપેક્ટર બી.ડી. ઝીલરીયા વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશને ટીમ બનાવી પ્રોહિ/જુગારની પ્રવૃતિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખવા સુચના કરેલ જે આધારે પો.ઇન્સ બી.ડી.ઝીલરીયા તથા અ.હે.કોન્સ. રોહીતભાઇ માધુભાઇ વિરમગામ ટાઉન પો.સ્ટે.ને સંયુક્ત ખાનગી બાતમીદારથી માહિતી મળેલ કે, ” નાની કુમાદ ગામમાં લગ્ન પ્રસંગ હોય જેથી લગ્નમાં બહારથી આવેલ માણસો નાની કુમાદ ગામના તળાવની પાળ પાસે લીમડાના ઝાડની નીચે જાહેરમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તીન પત્તીનો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમી રમાડે છે” જે હકીકતની જાણ થતા રેઇડ કરવાનુ આયોજન કરી રેઇડીંગ પાર્ટીના માણસોએ હકીકતવાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા (૧) દિપકભાઇ બળદેવભાઇ ઠાકોર (૨) ભેમાજી પ્રહલાદજી ઠાકોર (૩) દિલુજી જયંતિજી ઠાકોર (૪) રમણજી હેમાજી ઠાકોરને રોકડ રકમ કુલ રૂ।- ૧૫,૨૮૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરી વિરમગામ ટાઉન પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી .
કામગીરીમા રોકાયેલ માણસો :
પોલીસ ઇન્સપેક્ટર બી.ડી. ઝીલરીયા તથા અ.હે.કો. રોહીતભાઇ માધુભાઇ તથા અ.પો.કો રાજુભાઇ મફાભાઇ તથા આ.પો.કો. સોમાભાઇ બચુભાઇ તથા આ.પો.કો. રમેશભાઇ સેંધાભાઈ તથા અ.પો.કો. અશોકકુમાર જુવાનસિંહ તથા આ પો.કો. મુકેશભાઇ જેરામજી તથા આ પો.કો. હરેશકુમાર કમાભાઇ