ગુજરાતમાં બેકારી નો પ્રશ્ન વિકટ ધીરે ધીરે બની રહ્યો છે ત્યારે શોર્ટકટ આઉટસોર્સિંગ નોકરીમાં જાે સરળતાથી ઘુસ મારવી હોય તો તે મહાનગરપાલિકા છે, ત્યારે અધિકારી થી લઈને હોદ્દેદારોએ પોતાના માણસો મૂક્યા હોવાની ચર્ચા ચાલી રહી છે, અને ક્યારે ઇન્ટરવ્યૂ લીધા, તે ક્યાંય સ્પષ્ટ થતું નથી, ઓળખાણ અને સચિવાલયમાં મંત્રી સુધી સંબંધો હોય તો ડાયરેક્ટ એપોઇમેન્ટ લેટર આઉટસોર્સિંગ માં મળી જાય, ત્યારે સૌથી વધારે ઘુસણખોરી GJ-18 મનપા અત્યારે આઉટસોર્સિંગ દ્વારા ચાલી રહી છે,
ત્યારે આઉટસોર્સિંગ પુરા પાડતી કંપની શોભાના ગાંઠિયા સમાન છે, કયા માણસો લેવા અને રાખવા આ મૂકી દેવાના આ બધું ધબાધબ ચાલી રહ્યું છે, ત્યારે આમકા બામકા અને લાડકાઓની ભરતી કરીને એમએલએ થી લઈને અનેક લોકો અંધારામાં રહી ગયા છે, ત્યારે એક નગર સેવકે તો ત્યાં સુધી જણાવ્યું કે જરૂરિયાત કોઈને નોકરી હોય અને બેકાર હોય તો યોગ્ય છે, પણ બધા ઓળખાણ વાળાઓને લઈને મનપાનું કબજાે લઈ લીધો હોય તેવો ઘાટ સર્જાયો છે,
મનપાના બે થી ત્રણ નગર સેવકો બૂમો પાડી રહ્યા છે કે પ્રજાના કામ થતા નથી, જે સ્ટાફ છે તે કામ કરતો નથી, તો બીજા નવા આવીને શું ઉકાળી આપવાના ? હવે જે અંદરો અંદર ખટરાગ ચાલી રહ્યો છે તે ૧૦૮ ની ભરતી નો છે, આંકડો પણ ૧૦૮, પણ ૧૦૮ જેવી ઈમરજન્સી સેવા હોય તો સારું, ફક્ત ઘુસણખોરી જ છે માનવ મિત્ર માં સમાચાર છપાયા બાદ અનેક લોકોએ આ પ્રશ્ને નગરસેવકોમાં વિરોધ જાેવા મળ્યો છે, સચિવાલયના રીટાયર્ડ થયેલા બાબુઓ તેમના સગા સંબંધી ઓને ઉચ્ચ કક્ષાએ ફોનો કરાવીને અહીંયા આઉટસોર્સિંગમાં ઘૂસણખોરી દબદબાભેર બનાવી દીધી છે, ત્યારે ય્ત્ન-૧૮ ખાતેના અનેક લોકો નોકરીથી વંચિત આંટા ફેરા કરે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી સૌથી વધારે ભરતીનો સ્ટાફમાં જાેવા મળી રહ્યો છે ત્યારે બીજા ૮૦ જેટલા વેટિંગમાં આવી રહ્યા છે ત્યારે હમણાં થોડી રાહ જુઓ, અખબારોમાં ચગ્યા છે એટલે શાંત થવા દો, કંઈક કરીએ છીએ, હવે બીજા અનેક ભલામણોથી લઈને આત્યાર થી જ આઉટસોર્સિંગ અને અધિકારીઓથી લઈને હોદ્દેદારો પાસે ભલામણ ના ફોનોથી લઈને બાયોડેટા આવી રહ્યા છે.
GJ-18 મનપાનો રાતોરાત ભરતી મેળો વગર ઇન્ટરવ્યૂ એ આઉટસોર્સિંગ કંપની ની જાણ બહાર યોજાઇ ગયો, અને પોત પોતાના માણસો ગોઠવી દીધા, ત્યારે ૧૦૮ માણસો લીધા બાદ બીજા ૮૦ વેટિંગમાં ચાલી ગયા છે સૌથી વધારે આઉટસોર્સિંગ સ્ટાફ સાબરકાંઠા નો હોવાની ચર્ચા, ભરતી સેટિંગ ડોટ કોમ એવા આઉટસોર્સિંગમાં ઘુસ મારવા દલાલો ફરી રહ્યા છે.