ગુજરાતનું કહેવાતું પાટનગરGJ-18 મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ આજ દિન સુધી અનેક કમિટીઓ હોવા છતાં કોઈ નિમણૂક કરી શકાઈ નથી, ત્યારે અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભમાં નવી કમિટીઓમાં ચેરમેનો બનાવીને કાર્યાલય, સ્ટાફ તથા ગાડી આપવાની તૈયારી શરૂ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. ત્યારે મનપા ખાતે નવી બીજી ૬ ગાડીઓ ખરીદવાનું આયોજન ચાલી રહ્યું છે, જેથી નવી નિમણૂક કમિટીઓમાં થાય તો ગાડી, કાર્યાલય આપી શકાય, ત્યારે મેયર ,ચેરમેન, ડે.મેયર પદ માટે નવી નિમણૂક હવે આઠ મહિના પછી થાય તેવી શક્યતા છે, ત્યારે ૪૧ નગર સેવકમાં સામાવવા કોને? બધા અંડર કરન્ટો હો હા મચાવી રહ્યા છે, ત્યારે મહિલાઓ પણ એટલી સંખ્યામાં ચૂંટાઇ છે, ત્યારે આ વખતે કમિટીઓમાં નિમણૂક આપીને ઉકળતા ચરુને શાંત કરવાના વ્યુહ છે, ત્યારે કમિટીઓમાં અત્યારે નિમણૂક જેની થઈ જાય તેનો ઘડો લાડવો થઈ જાય, કારણ કે આ નિમણૂક અત્યારે આપે એટલે મેયરની ટર્મ પૂરી થાય, ત્યારે નવી ગિલ્લી નવો દાવ, હવે નગર સેવકોમાં એ ચિંતન ચાલી રહ્યું છે કે કમિટીમાં નિમણૂક થાય તો આઠ મહિના માટે? કે પછી? આ પ્રશ્ન સૌ કોઈને મૂંઝવી રહ્યો છે, બાકી જેમની નિમણૂક થઈ કમિટીમાં તો મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયરના પદ માટે હાથ ધોઈ નાખવાના એવી પણ ચર્ચા ચાલી રહી છે,અત્યારે કમિટીમાં નિમણૂક થાય તો મેયર ,ચેરમેન ,ડે. મેયરેના પદ માટે નવી નિમણૂકો થાય ત્યારે કમિટી પણ સાથો સાથ બદલાઈ જાય, ત્યારે આઠ મહિના માટે કમિટીમાં પદ લઈને ભરાઈ ના પડાય તે માટે ગહન ચર્ચાઓ નગરસેવકો કરી રહ્યા છે,
મેયર ,ચેરમેન, ડે.મેયર ના પદ માટે હવે આઠ મહિના બાકી છે, ત્યારે આ વખતે મેયર પદ મહિલા બ્રાહ્મણ,ચેરમેન રાજપૂત સમાજ, ડેપ્યુટી મેયર પટેલ સમાજને મળે તેવી શક્યતાઓ જાેવાઇ રહી છે, ત્યારે આટલી બધી મહિલાઓ ચૂંટાઈ પણ મેયરપદ રિઝર્વ છે ,એટલે મળે છે, બાકી ટોકરી વગાડવા જેવો ઘાટ છે, ત્યારે એક નગર સેવક નવી ફોર્મ્યુલા લાવ્યા છે, સવા વર્ષ ત્રણ મહિલા, સવા વરસ ત્રણ પુરુષ, બાકી હોય તેમને કમિટીમાં સ્થાન, તેવી પણ ચર્ચા જાેવા મળી છે, ૪૧ નગર સેવકો છે, ત્યારે અત્યાર સુધી વિવાદ નથી સર્જાયો કારણકે બધાને મુગેરીલાલની જેમ મેયર, ચેરમેન ,ડે.મેયર ના હોદ્દા લેવા છે, અને સપના જાેઈ રહ્યા છે, ત્યારે હવે હોદ્દો મળે તે માટે પોતપોતાની લાગવગો અત્યારે દોડાવી રહ્યા છે,