ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 માં અત્યારે બે ભુંગળા પ્રખ્યાત થયા છે, તેમાં ભુંગળા બટેટા, અને ભુંગળા ભ્રષ્ટાચારની ચર્ચા વધારે શહેરમાં ચાલી રહી છે ,ત્યારે હાલ GJ-18 ખાતે સેક્ટરોમાં ભુંગળાના ખડ ખડકી દીધા હોય તેમ આવા જવાના રસ્તાની બાજુ એ ખોદકામમાં ભુંગળા કોન્ટ્રાક્ટરો મૂકીને જતા રહ્યા છે, ત્યારે ઘણા ભૂંગળાઓ તકલાદી અને રદી માલ હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે, ત્યારે ઘણા જ ભૂંગળા કામ પૂર્ણ થયા બાદ વરસાદ માં સ્થિતિ તેમની તેમજ રહેવાની છે ,અનેક જાગૃત નાગરિકો આ મુદ્દે ફોટોગ્રાફસ મોકલીને પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે.સેક્ટર ૨૪ ખાતેના આદર્શ નગરમાં ગટર લાઈન ની પાઇપો ગુણવત્તા વગરની અને ક્વોલિટી રદ્દી હોવાનું રહીશો જણાવી રહ્યા છે, ત્યારે પ્રજાના પૈસાનું ભવિષ્યમાં પાણી જ થઈ રહ્યું છે અને ગટર લાઈન નું કામ થાય તો રોડ રસ્તા નું પણ કામ કરવું પડે ,ત્યારે રોડ અને ગટર બંનેના પૈસા તો પ્રજાની તિજાેરી ખાલી કરીને ખિસ્સા ભરવા જેવી વાતોને લોકો સમર્થન આપી રહ્યા છે. ગટર લાઈનની પાઇપ પ્લાસ્ટિકની તે પણ મુખ્ય લાઈનો પ્લાસ્ટિકની હોય ખરા ? ત્યારે સ્માર્ટ સિટી અંતર્ગત આવેલા પ્રોજેક્ટ મોટાભાગના ફેલ ગયા હોવાની પણ લોકો પોતાના મંતવ્ય માં જણાવી રહ્યા છે.