વસ્તુ ખરીદવાનો આ લોકો પાસે આગ્રહ રાખો, ભાવ,તાલ ના કરાવશો, આ પણ સેવા જ છે, સીનીયર સીટીઝન થી વધારે ઉંમરે પહોંચેલા આ વડીલો બંગલા બાંધવા, થાર ગાડી લાવવા, બચ્ચનની બાજુમાં બંગલો ખરીદવા, મુકેશ અંબાણીથી મોટો બંગલો બનાવવા માટે નથી કમાતા, પાપી પેટ કા સવાલ હૈ, ત્યારે આ લોકો પાસેથી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખો, ભાવતાલ નહીં કરાવો, પાંચ રૂપિયા પણ વધારે જશે તો ખુશ થશે, અને આશીર્વાદ પણ મળશે ,ત્યારે સિનિયરો જે મોંઘવારીમાં ઘરમાં મદદ થાય, દૂધ, શાક, બકાલાના નીકળે એટલે ભયો ભયો, આજે કપરી સ્થિતિ વધારે હોય તો તે મિડલ ક્લાસની છે, ત્યારે ઘરમાં બેસીને ગપાટા મારવા, ઘરની બહાર ચોટલા જાેડે ભેગા થઈને કોઈના ઓટલા તોડવા કરતાં ધંધો શું ભલો, જે દૂધ શાકભાજી ના નીકળે એ આખી જિંદગી મહેનત ,મજૂરી ,વેતરુ કર્યું, પણ હવે ઘરે બેસીને વહુઓના કકળાટ કરતા બજાર ક્યાં નથી ભલું ? તસવીરમાં માડી ,કાકા ,ચીજ વસ્તુઓ વહેંચે છે, ત્યારે ભલે આત્મ ર્નિભર બનીને જે કામ કરી રહ્યા છે, તેને સલામ છે ,બાકી દેશમાં મોંઘવારીમાં પાપી પેટ કા સવાલ હે, ઓર સબ એક જેસા હાલ હૈ, જેવો ઘાટ સર્જાયો છે, આટલી ઉંમરે મંદિરોમાં ભજન કરવાના હોય, પણ હવે મોંઘવારી વધતા ભજનમાં પણ જવાતું નથી ,ત્યારે દીકરાના દીકરા મુડી કરતા વ્યાજ વધુ વહાલું હોય અને ખિસ્સામાં હોય તો કાંઈક અપાવીએ, બાકી દીકરા – વહુ જાેડે માંગવા પડે, તેના કરતાં નાનો સરખો વેપાર કરીને આર્ત્મનિભર કેમ ના બનીએ, વસ્તુ ખરીદવા જાવ ત્યારે ભાવ,તાલ ન કરાવશો, એ ખુશ દિલથી થશે તો આપણું પણ નસીબ ફરે, બાકી આ એક રીતની મદદ જ કહેવાય, ત્યારે આવા હજારો નહીં, લાખો સિનિયરો પોતે આત્મ ર્નિભર બનીને પેટનો ખાડો પુરવા નથી રહ્યા છે, ત્યારે ગ્રાહક તરીકે આ સપોર્ટ કરવો જરૂરી નથી લાગતો ?