GJ-18 મનપા ખાતે બે કર્મચારીએ થોડા મહિનાઓમાં રાજીનામા આપી દીધા છે .ત્યારે મેયરના પીએસ તરીકે કામ કરતા વિજયસિંહ વાઘેલા દ્વારા સ્વૈચ્છિક રાજીનામું આપ્યા બાદ હમણાં કૌશિક સોની ટેક્સ કલેકટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ રાજીનામું આપી દીધું છે. મનપામાં કામનું ભારણ વધારે, રોજ ગાળો ખાવાની ,સવારે વહેલા અને રાત્રે પણ ફોનથી ઘંટડીઓ રણકે ,ત્યારે આ બધા પ્રશ્નોથી ટેન્શનનું પોટલું હવે મનપાને પાછું આપીને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવામાં આવતા અન્ય કર્મચારીઓને કામનું ભારણ હાલ વધતું જાય છે ,ગુજરાતની અનેક મનપામાં આ પરિસ્થિતિ સર્જાઈ છે. હમણાં જ રાજકોટના મેયરના પીએ દ્વારા રાજીનામું આપ્યું, એક આસિસ્ટન્ટ કમિશનર, બે ઇજનેર દ્વારા રાજીનામું આપ્યું,વધુમાં મનપવામાં અધિકારીઓ કામના ભારણ તથા અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી કામમાં ટ્રેસ અનુભવી રહ્યા છે, અને પ્રજાના તથા અન્ય કામો ન થતાં નગરસેવકોના પણ કકળાટ ના કારણે નોકરી છોડી રહ્યા છે,
GJ-18 મનપામાં બે કર્મચારીએ રાજીનામાં આપ્યુ , ત્યારબાદ ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કર્યા, જે જવાબદારી પોસ્ટ ઉપર હાલ ચાર્જમાં ચાલે છે ,ત્યારે સસ્પેન્ડ કરેલ કર્મચારીને ૭૫% પગાર ઘરે બેઠા આપવા કરતા અન્ય શાખામાં કામ કરાવીને પગાર આપો, તેવી લોકમાંગણી ઉઠી છે.