કેદી મોહંમદ રિયાઝ અકબરભાઈ મેમણ
અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા જીલ્લામાં નાસતા ફરતા/પેરોલ જમ્પ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન. કરમટીયા એલ.સી.બી.એ અધિકારી, કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા તથા પેરોલ જમ્પ આરોપી પકડવા કવાયત હાથ ધરેલ તેના ફળસ્વરૂપે પો.સ.ઇ. આર.બી.રાઠોડ તથા પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ધરમશીભાઇ રબારી એ.એસ.આઇ તથા નરેન્દ્રસિંહ ચાવડા હે.કોન્સ.ને મળેલ બાતમી આધારે પાકા કામના કેદી નં બ/૩૬૬૦૨ વાળા પેરોલ જમ્પ કેદી મોહંમદ રિયાઝ અકબરભાઈ મેમણ મુળ રહે. આયેશા પાર્ક, સબનમ સોસાયટીની બાજુમાં, સરખેજ અમદાવાદ હાલ રહે, સફાન ફ્લેટ નં. ૪૦૬, ગોલ્ડન ફ્લેટ પાસે, ફતેવાડી કેનાલ નજીક, સરખેજ અમદાવાદને ઝડપી પાડી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.આ કામગીરીમાં અધિકારી/કર્મચારી માં એલ.સી.બી. પો.ઇન્સ. આર.એન. કરમટીયા, પો.સ.ઇ. આર.બી.રાઠોડ, એ.એસ.આઇ ધરમશીભાઇ રબારી, હે.કોન્સ. અજયસિંહ ચુડાસમા, હે.કોન્સ. નરેન્દ્રસિંહ ચાવડા, હે.કોન્સ કુલદિપસિંહ ચૌહાણ, ડ્રા.પો.કોન્સ અબ્દુલરહેમાન દેસાઇ જોડાયેલ હતા.