ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે સોમવારના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારો દ્વારા ૧૮ વર્ષથી વધુ વયની દીકરીઓને સેક્ટર ૨૧ ખાતે આવેલા આર વર્લ્ડ સિનેમામાં ૧૫૦ જેટલી દીકરીઓને ‘ધ કેરેલા સ્ટોરી’ ફિલ્મ ફ્રી માં બતાવી હતી ત્યારે સવારે દીકરીઓ ફિલ્મ જાેવા આવતા કોલ્ડ, ફૂડ ,સલાડ ,વડાપાઉં, પોપકોર્ન સાથે ફિલ્મ બતાવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારો સુરેન્દ્રસિંહ રાજપુત (ઉ.ગુ. પ્રાંત વિભાગના વડા અમૃતભાઈ ઠક્કર ઉ.ગુ. પ્રાંત ઉપાધ્યક્ષ હિતેશભાઈ દરજી જિલ્લા મહામંત્રી, ભદ્રેશ પ્રજાપતિ મંત્રી સુરેશભાઈ પટેલ શહેર અધ્યક્ષ સચિન ઠક્કર યુવા પાંખ ના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સેક્ટર ૨૧ આર વર્લ્ડ સિનેમા ના પ્રવેશ દ્વારે અમૃતભાઈ ઠક્કર સુરેન્દ્રનગર ‘‘યે ભારત કી નારી હૈ ફૂલ નહીં ચિંનગારી હૈ’’ ના સુત્રો બોલાવ્યા હતા.
જય શ્રી રામ ભારત માતાકી જય જેવા સૂત્રો હાજર રહેલ યુવતીઓ સાથે પોકારવામાં આવ્યા હતા અને ત્યારે ત્રણથી ચાર દિવસ આ ફિલ્મ બતાવવા પરિષદના કાર્યકરોએ ભારે મહેનત ઉઠાવી છે ત્યારે હજુ પણ નવા નામ દીકરીઓના આ ફિલ્મ જાેવા નોંધાવી રહ્યા છે ત્યારે બુધવાર સુધીમાં થિયેટરો મોટાભાગના બુક થઈ ગયા હોય તેવી સ્થિતિ ય્ત્ન-૧૮ ખાતે સર્જાઇ રહી છે.