ગુજરાતના બોર્ડ નિગમમાં નિમણૂંક ચર્ચાનો વિષય બન્યો, ભાજપ કરી શકે છે મોટા ફેરફાર, હાલ નિંમણૂંક કરવા નિગમોમાં આપવી?વાંચો

Spread the love


છેલ્લા કેટલાક સમયથી BJP બોર્ડ નિગમની નિમણૂંકને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હાલ ભાજપના કાર્યકરોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે બોર્ડ નિગમમાં અધ્યક્ષની નિમણૂંકક માટે લિસ્ટ તૈયાર થઈ ગયા પછી અચાનક તેના પર બ્રેક લાગી હતી. ત્યારે હાલ આ મામલે માહિતી મળી છે કે, ભાજપ હાલ સામાજિક નિગમોમાં જ અધ્યક્ષની નિમણૂંક કરે તેવી શક્યતા છે. ભાજપ તમામ બોર્ડ નિગમમાં નિમણૂંક નહિ કરે. માત્ર સામાજિક નિગમોમાં નિમણૂંક કરવા ઈચ્છે છે. મ્ત્નઁ ર્હ્વટ્ઠઙ્ઘિ રાજ્યના મહત્વના બોર્ડ નિગમમાં નિમણૂંકનો દોર ક્યારે શરૂ થશે તેવો લાંબા સમયથી પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ૬૦થી વધુ બોર્ડ નિગમમાં જગ્યા ખાલી છે. ત્યારે ચૂંટણી પહેલા મોટા ભાગમાં બોર્ડ નિગમમાં ચેરમેન પદેથી રાજીનામા લેવાયા હતા. વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ બોર્ડ નિગમની ભરતીની કવાયત હાથ ધરાઈ હતી. જાે કે કેટલાક નામો પર સર્વ સંમતિ ના સધાતા નામોની જાહેરાત અટવાઈ છે. બોર્ડ નિગમમાં ભરતી માટે કેન્દ્ર સરકારના નિયમોનો અભ્યાસ કરાયો હતો. પરંતુ અયાનક તૈયાર કરાયેલા લિસ્ટ પર બ્રેક લગાવવામાં આવી છે.ભાજપના સૂત્રોનું કહેવુ છે કે, ભાજપ બોર્ડ નિગમમાં નિમણૂંક કરવા માટે તૈયાર છે, પરંતુ માત્ર સામાજિક નિગમોમાં કરાશે. જેમ કે, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર-કોળી વિકાસ નિગમ, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ જેવામાં નિમણૂંક થાય તેવી શક્યતા છે. ચર્ચા છે કે, ચૂંટણી દરમ્યાન જે નેતાઓને પડતા મુકાયા હતા એમનો બોર્ડ નિગમમાં સમાવેશ થઈ શકે છે. ચૂંટણી સમયે અન્ય પક્ષમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પણ સ્થાન મળી શકે છે. કેટલાક યુવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે. ગુજરાત સરકારના બોર્ડ અને નિગમોમાં રાજકીય હોદ્દેદારોની નિમણૂક માટેની પ્રક્રિયા અટકી છે. ૬૦થી વધુ બોર્ડ નિગમમાં ઘણા સમયથી ઘણી જગ્યાઓ ખાલી છે, ત્યારે વર્ષ ૨૦૨૨ની ચૂંટણી અગાઉ હોદ્દેદારોના રાજીનામા લેવામાં આવતા આ જગ્યા ખાલી પડી છે. ત્યારે પ્રદેશ ભાજપે બોર્ડ નિગમો માટે નામોની યાદી મંગાવી હતી. જેમાં જિલ્લા પ્રમુખ, સાંસદ સહિતના હોદ્દેદારો પાસે નામો મંગાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બોર્ડ નિગમમાં અન્ય પક્ષમાંથી ભાજપમાં જાેડાયેલા નેતાઓનો પણ સમાવેશ કરાશે.રાજ્યમાં હાલ અંદાજે ૬૦થી વધુ બોર્ડ નિગમ છે, જેની નિમણૂંકો બાકી છે. જેમાં જીએમડીસી, ટૂરીઝમ, પવિત્ર યાત્રાધામ, ગૌણ સેવા પસંદગી બોર્ડ જેવા બોર્ડ નિગમોમાં જગ્યા ખાલી છે. લાંબા સમયથી ખાલી રહેલા બોર્ડ નિગમોમાં નિમણૂંક માટે તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com