આરોપી જૈનિક ભરતભાઇ પટેલ
અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા જીલ્લામાં અનડીટેક્ટ રહેવા પામેલ ગુન્હાઓનો ડીટેક્ટ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બી. તથા ટીમ દ્વારા દિલીપસિંહ પરમાર એ.એસ.આઇ. તથા વિશાલકુમાર સોલંકી પો.કોન્સ.ને મળેલ સંયુક્ત બાતમી આધારે આરોપી જૈનિક ભરતભાઇ પટેલ ઉ.વ ૨૩ રહે-સરોડા ગામ, પટેલ વાસ તા-ધોળકા જિ-અમદાવાદને મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૨૧,૯૯૯/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોળકા ટાઉન પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબના મોબાઇલ ચોરીના ગુન્હાનો ભેદ અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી. એ ઉકેલ્યો હતો . અધિકારી/કર્મચારી આ કામગીરીમાં એલ.સી.બી પોલીસ ઇન્સપેકટર આર.એન.કરમટીયા, પો.સ.ઇ. એચ.આર.પટેલ, પો.સ.ઇ. જે.એમ.પટેલ, પો.સ.ઇ. આર.બી.રાઠોડ, એ.એસ.આઈ. દિલીપસિહ પરમાર, હે.કોન્સ. પૃથ્વીરાજસિંહ સીસોદીયા, હે.કોન્સ. કુલદિપસિંહ ચૌહાણ, પો.કોન્સ. વિશાલકુમાર સોલંકી, પો.કોન્સ. ઘનશ્યામસિંહ રાઠોડ, પો.કોન્સ. વિપુલકુમાર પટેલ જોડાયેલ હતા.