ગુજરાતનું કહેવાતું પાટનગર નો દિવસે વિકાસ નથી થતો તેટલો રાત્રે થઈ રહ્યો છે ,ત્યારે કોઈ પણ વ્યક્તિએ લોન, હપ્તાથી લઈને જમીન વેચીને આલીશાન ફ્લેટો ખરીદ્યા બાદ બ્રોસર અને બિલ્ડર દ્વારા જે વાતોના વડા બનાવેલ હોય છે ,તે ફક્ત બડા જ હોય છે ,મંજૂરી મળી જાય પછી નાટકબાજી શરૂ કરી દે ,ત્યારે સરગાસણ ખાતે આવેલા વિહાન ડેવલોપર્સ દ્વારા સાર્થક એરા નામની ફ્લેટોની સ્કીમ આવી હતી, ત્યારે બિલ્ડર દ્વારા મકાન ખરીદનારને બે જેટલા પાર્કિંગ એલોટ કર્યા હતા અને એલોટમેન્ટમાં બે બતાવેલા છે, ત્યારે બિલ્ડર દ્વારા હવે એક જ પાર્કિંગ આપ્યું હોવાની વાતો કરતા આખરે રજૂઆત બિલ્ડર પાસે અનેક વાર કરતા ન સાંભળતા અરજદારે પોતે રેરામાં ફરિયાદ કરતા બે મહિના વિતવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી,
રેરામાં ફરિયાદ કરનાર નાગરિક જેણે મકાન ખરીદ્યું છે અને તેમણે પોતાની ફરિયાદમાં બિલ્ડર દ્વારા જે પાર્કિંગ એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો છે, તેમાં બે પાર્કિંગ દર્શાવવામાં આવ્યા છે, ત્યારે દરેક ફ્લેટ ધારકને સૌથી મોટી સમસ્યા પાર્કિંગની નડી રહી છે, એલોટમેન્ટ લેટરમાં બે પાર્કિંગ તો પછીતો બિલ્ડર એક પાર્કિંગ કઈ રીતે કહી શકે ,ત્યારે અરજદારે રજૂઆત બિલ્ડરને કર્યા બાદ બિલ્ડર દ્વારા ના પાડી દેતા આખરે અરજદારે રેરામાં ફરિયાદ કરીને ન્યાય મેળવવા તજવીજ કરી છે .આવી અનેક ફરિયાદો ઘણા જ બિલ્ડરો સામે થવા પામે છે, ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ બિલ્ડરો દ્વારા બીજા ગ્રાહકની પાર્કિંગ જાેઈતું હોય તો મોટો વેપલો કરી લેતા હોય છે, ત્યારે આ કિસ્સામાં પણ આવું જ થયું હોવાનું લોક મૂકે સાંભળવા મળી રહ્યું છે. ત્યારે GJ-18 ખાતેના કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, જેવા વિસ્તારોમાં બિલ્ડરો દ્વારા ટોપલા ભરીને લાવે સ્કીમો અને વાતોના વડા સાથે ગ્રાહકોને બ્રોસરમાં બતાવીને આંજી દે, પછી જે લેટરપેડ ઉપર લખાણ આપ્યું છે ,તેમાં ફરી જાય તો ગ્રાહક જાય ક્યાં? ગ્રાહકની સલામતી એટલે હવે ફક્ત રેરા છે, ત્યારે આવા કિસ્સા, કેસોમાં ફટકાર લગાવી જાેઈએ ,તેવું લોકોનું મંતવ્ય હતું.