ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તથા મહામંત્રી દ્વારા GJ-18 જિલ્લાના વિકાસ માટે અબજાે રૂપિયા ફાળવ્યા છે, ત્યારે વિકાસ જે ૨૦ વર્ષમાં થયો છે તે ખૂબ જ આવકારવા દાયક છે ત્યારે ટ્રાફિકની સમસ્યા હળવા કરવા રક્ષકથી બ્રિજ તૈયાર થઈ ગયો હોવાથી ૨૦ મેના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાત આવી રહ્યા છે, તો આ બ્રિજનું ઉદઘાટન પણ કરાવી દો તેવું પ્રજાસન પૂછી રહ્યા છે,
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૦ મે ના રોજ અમદાવાદ આવશે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડા અંતર્ગત આવતા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા વિસ્તારની યોજનાઓના ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. શાહ AMC ના અંદાજીત ૫૦૦ કરોડથી વધુના કાર્ય ખુલ્લા મુકશે. શાહ નારણપુરા બેઠક ઉપર ૧.૫ કરોડના ખર્ચે જીમનેશિયમ અને ૧.૫ કરોડના ખર્ચે લાયબ્રેરી, ચંદલોડિયામાં ૧૭ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ સિવાય ૩૦૦ કરોડના ખર્ચે ૨૫૦૦ આવાસના ડ્રો કરશે.વધુમાં રક્ષા શક્તિ સર્કલ પાસે બને વીજ નું ઉદઘાટન થાય તેવી શક્યતાઓ સૂત્રો વર્ણવી રહ્યા છે, ત્યારે ૨૦ મેના રોજ રક્ષા શક્તિ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તો નવાઈ નહીં,