GJ-18 ખાતે ભાજપના યુવા નેતા અને મહાકાલ સેના ગુજરાતના સહસંસ્થાપક ક્રિપાલસિંહ ચાવડા (આજોલ) દ્વારા મંગળવારના રોજ 200થી વધુ બહેનો તથા દીકરીઓને પીવીઆર સિનેમા બતાવી હતી, ફિલ્મમાં લવ જેહાદ થી લઈને યુવતીઓને કેવી રીતે ફસાવે છે અને યુવતીઓની શું હાલત થાય છે ,તેને ઉજાગર કરતી આ ફિલ્મ દરેક યુવતીઓએ જોવા જેવી છે ,વર્ષોથી લવ જેહાદના કિસ્સા બની રહ્યા છે ત્યારે” ધ કેરેલા સ્ટોરી” દ્વારા જે પ્રકાશ પાડવામાં આવ્યો છે, તેને ક્રિપાલસિંહ દ્વારા બિરદાવી હતી અને આજે મોંઘા દાટ થિયેટરમાં પિક્ચર જોવા ગરીબ તથા ભણતી યુવતીઓ ખર્ચ ન કરી શકે, ત્યારે તમામ ફિલ્મ જોવાનો ,લાવવા લઈ જવાથી લઈને ઘરે મુકવા સુધીની જવાબદારી સાથે બાપુએ 200 થી વધારે મહિલા તથા યુવતીઓને પિક્ચર આજરોજ બતાવ્યું હતું.
ફિલ્મ જોવા અને મહિલાઓને કંપની આપવા ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ ,દુર્ગાવાહીની મહિલાઓ ,મહિલા સંગઠનો પણ જોડાયાં હતાં, ત્યારે આ પ્રસંગે ભાજપના અગ્રણી કેતન પટેલ, મહાકાલ સેના ગુજરાતના અધ્યક્ષ વિજયસિંહ ચાવડા ,Gj- 18 ભાજપ યુવા મોરચાના પ્રમુખ યુવરાજસિંહ ચાવડા, નગરસેવક પદમસિંહ ચૌહાણ, વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદાર શક્તિસિંહ ઝાલા, ગણપતસિંહ વાઘેલા તથા Gj-18 ના બાર.એસો ના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાઓલ (કટપ્પા) પણ ઉપસ્થિત રહ્યા હતા.
બોક્સ
PVR સિનેમા ક્રિપાલસિંહ દ્વારા બુક કરવામાં આવી હતી અને 200થી વધુ મહિલાઓએ આ ફિલ્મની નિહાળી હતી, ત્યારે આ ફિલ્મ દરેક હિન્દુ યુવતીઓ, મહિલાઓએ જોવા ક્રિપાલસિંહ દ્વારા આહવાન કરાયું હતું.
દેશમાં અને રાજ્યમાં લવ જેહાદ જેવા કિસ્સા કઈ રીતે બને છે ,તેને ઉજાગર કરતી આ ફિલ્મ ધારા સભ્ય રીટાબેન પટેલે પણ નિહાળી હતી, ત્યારે તેમણે દરેક મહિલા યુવતીઓને આ ફિલ્મ જોવા પ્રોત્સાહિત કર્યા હતા.