રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો થઈ રહ્યો છે, ત્યારે ઉનાળામાં લોકો જમી પણ શકતા નથી, ત્યારે ગરીબો માટે ભોજન અને ગરમીમાં પોલીસ કર્મીઓ રોડ ,રસ્તા પર જે ફરજ બજાવે છે, તેમના માટે છાશનું વિતરણ ઠેર ઠેર ક્રિપાલસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારે અંગ દઝાડતી ગરમીમાં ખુલ્લા પગે ફરતા શ્રમજીવીઓને મોંઘા દાટ ચપ્પલ ક્રિપાલસિંહ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. ક્રિપાલસિંહ પોતે રાજપુત સમાજના યુવા નેતા એવા મહાકાલ સેના ગુજરાતના સહ સંસ્થાપક છે, આજોલના વતની પોતે નવયુવાન હોવાથી ગરીબોથી લઈને પોલીસની જે સેવાઓ છે ,તેને બિરદાવી હતી, ત્યારે સેવાનો પટારો કૃપાલસિંહે ખોલી નાખ્યો હોય તેમ ભૂખ્યાને ભોજન ,પોલીસ કર્મીઓને છાશનું વિતરણ દરેક જગ્યાએ પોલીસ પોઇન્ટ હોય ત્યાં પોતે રૂબરૂ આપી હતી, આજે શ્રમજીવીઓને મોગાદાટ ચપ્પલ ખરીદી ન શકતા હોય તથા અંગ દઝાડતી ગરમીમાં શું કરવું ? ત્યારે કૃપાલસિંહ દ્વારા દરેક શ્રમજીવીને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુમા રામે દીધો રે મીઠો રોટલો, કોઈને ખવડાવીને ખાય, કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય ,એ જ સાચો જીવડો ,બાકી અબજો રૂપિયા મૂકીને ગયા પણ ઉપર કશું લઈ જવાનું નથી, પણ પુણ્યદાન કરવાનું કોઈને સુઝતું નથી, અંબાણી ,ટાટા ,બિરલા કોણ ઉપર લઈ ગયું ,આ મર્મ જેને સમજાઈ જાય તો જીવન ધન્ય થઈ જાય ,ત્યારે આ મર્મ બાપુને સમજાઇ ગયો છે, ત્યારે જે આપ્યું છે ,તે વાપરો, ખાલી થવાની ચિંતા કરવાની નહીં ,જેણે આપ્યું છે ,તે કરશે, ત્યારે છાશની સેવા કરવા જતા પોલીસ કર્મીઓએ છાશ પીને હાશ કીધું તેમાં બાપુને ઘણું જ મળી ઞયુ કહેવાય, ત્યારે આજે સેવામાં ક્રિપાલસિંહ જાગ્યા છે ,હજુ, જો યુવાનો જાગે તો કોઈ ભૂખ્યો સુવે ખરો ? ઉપર ફક્તને ફક્ત કર્મનો જ ચોપડો જોવાય છે ,બાકી આજની પેઢી પૈસા, ડોલર પાછળ દોડી રહી છે, દેશ છોડીને વિદેશ ભાગી રહી છે, પણ ભાઈ શેના માટે ? શરીરને જોઈએ શું? રોટી, કપડાં ઓર મકાન, પણ સમજાતું કોઈને નથી , શું હતું, અને આજે શું છે? જે સંતોષ માને તેના માટે ઘણું જ બધું ,અને કુદરતે જે આપ્યું છે, તે વાપરી જાણે એ જ ભડવીર નો દીકરો કહેવાય, ત્યારે બાપુએ તો સેવાનો પટારો ખોલ્યો ત્યારે આજની પેઢી જે તમામ મોજ શોખ પૂરી કરવા દોડી રહી છે, તેના માટે આ મેસેજ સેવા પણ કરજો ,બાકી હોળના ભાવે હાલ્યા જશો,
મુખ્ય માર્ગો ઉપર 45 ડિગ્રીમાં પોલીસ કર્મીઓ જે ફરજ બજાવે છે, તેમના માટે છાશનું વિતરણ કૃપાલસિંહ દ્વારા કરવામાં આવતા અનેક લોકોએ સેવાને વખાણી હતી બાળકો ,મહિલાઓ અંગ દઝાડતી ગરમીમાં ચપ્પલ પહેરવા મળતા જે ખુરશી જોવા મળી તે કાંઈક અલગ જ પ્રકારની હતી.