Gj – 18 ની મનપા દ્વારા હમણાં જ સ્ટેન્ડિંગ કમિટીમાં એક કોન્ટ્રાક્ટર વર્ષોથી ચીપકી રહેલા અને પેધી પડેલા, તગડા બનેલા કોન્ટ્રાક્ટ નું ટેન્ડર ભર્યા બાદ ન મળતા અને પોતાના ભાવ નીચા હોવાની વાતોના વડા કરતા અને ટેન્ડર ભાવમાં જગલરી તરીકે જાણીતા પોપટ ને હવે ચેરમેને તીખું મરચું આપતા હાવી બન્યા છે, ત્યારે રોજબરોજ કાયદા નિયમોથી લઈને તંત્ર ઉપર હાવી બનવાની કોશિશ કરનારા કોન્ટ્રાક્ટરને હવે અગાઉ જે તગડા કમાઈને ડકારો ન લેતા હોય તેમને હવે તમામ જ્યારથી કોન્ટ્રાક્ટ મળ્યો, ત્યારથી તમામ ફાઈલો ચેરમેને મંગાવતા ખળભળાટ મચી ગયો છે, તંત્રને હાઉ બતાવતા કોન્ટ્રાક્ટરની તરકીબ સામે ચેરમેને ફાઇલો ફંફોળતા હવે ભીગી બિલ્લી બને તો નવાઈ નહીં.
મહાનગરપાલિકામાં બિલોથી લઈને તમામ જગ્યાએ પોતે ફાઈલો ચલાવતા અને વર્ષોથી મહાનગરપાલિકામાં પોતાનું રાજ હોય તેમ ઘુસણખોરી કરી ગયેલા કોન્ટ્રાક્ટરને હવે અગાઉના હિસાબો કિતાબો સરભર થાય તો નવાઈ નહીં ,ટેન્ડર ભરવામાં જગલરી અને તમામ મોટાભાગના સ્ટાફ સાથે સેટિંગ ડોટ કોમ ધરાવનારા કોન્ટ્રાક્ટરે અગાઉ મોબાઈલ ફોન પણ આપ્યા છે, મહાનગરપાલિકા દૂઝણી ગાય હોય તેમ રોજ દોહવા આવી જતા હતા ,હવે પોતે પોતાના ભાવ નીચા હોવાનું જણાવીને કોર્ટ કચેરીમાં ફરિયાદ કરવા હાઉ તંત્રને બતાવતા અને તંત્ર દ્વારા ચેરમેનને બે કર્મચારીએ જાણ કરતાં ચેરમેન હવે આ કોન્ટ્રાક્ટરની જૂની ફાઈલો શુક્રવારના રોજ સાંજે મંગાવીને તમામ ફાઈલો પોતાની પાસે રાખીને અભ્યાસ શરૂ કરી દીધો છે, ત્યારે જશુ જોરદાર થી પ્રચલિત હવે નિશાન ટાંકવાના ટાંકોડી કહેવાય, ત્યારે હવે જશુ જોરદાર એ કોન્ટ્રાક્ટરને કંચનમાંથી કેવો કચરો કાઢે છે તે જોવું રહ્યું
– પોતાની કંપની કંચન તરીકે જાણીતા હવે જશુ જોરદાર ટાકોડી કંચનમાંથી કચરો કાઢીને જ્યારથી આ કોન્ટ્રાક્ટરે મેળવ્યો તેની ઝીણવટ ભરી તપાસ આદરવા પોતે ફાઈલો મંગાવી છે.
કર્મચારીઓ ઉપર કોન્ટ્રાક્ટર પોતે કાયદાની ધાક જમાવવા જતા ચેરમેને ધોકેણા સાથે ફાઈલો મંગાવીને બેટિંગ શરૂ કરી છે, ત્યારે અગાઉ સ્ટોર શાખામાં થયેલા કૌભાંડમાં આ કોન્ટ્રાક્ટરના બિલો પણ પાસ થયેલા્, શુ વસ્તુઓ મંગાવી હતી, તેનો ભાવથી લઈને તમામ ફાઇલો નો અભ્યાસ નિષ્ણાતો દ્વારા શરૂ કરી દીધો છે, ત્યારે આવનારા દિવસોમાં બહુ ટેટે કરશે તો બ્લેક લિસ્ટ માં મૂકે તો નવાઈ નહીં