2000 ની નોટોના સંગ્રહખોરોને બિલમાંથી બહાર લાવવા રિઝર્વ બેંકના નિર્ણયથી ચર્ચાનો વિષય
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધીની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી, ત્યારે ઘણી જ અફડાતફડી મચી હતી, પણ આ નોટબંધીનો નિર્ણય યોગ્ય હતો કે કેમ?? તે સમય આવે ખબર પડે, ત્યારે નોટ બંધી કરવાથી જે કાળુ નાણું હતું, તેને બહાર લાવવા પીએમ નો ઐતિહાસિક નિર્ણય હતો, ત્યારે જે ટેક્સ ભરે છે, ગરીબ છે ,જેની પાસે મોટી રોકડ નથી, તેમને કોઈ ચિંતા ન હતી, ચિંતા નું કારણ બે નંબરીયાઓને જ હતી, ત્યારે સાથે સાથે 2000 ની નોટ પણ બહાર પાડી હતી, આ 2,000 ની નોટ બહાર પાડ્યા બાદ માર્કેટમાં 2000ની નોટ ઓછી દેખાતા અને સંગ્રહખોરી આ નોટની વધી જતી હોવાનું સરકારના ધ્યાને આવ્યું હતું,ત્યારે રિઝર્વ બેન્ક દ્વારા ફરીવાર ગઈકાલે એક પરિપત્ર જાહેર કરી ને 30 સપ્ટેમ્બર સુધી 2000 ની નોટ કોઈપણ ગ્રાહક બેંકમાં જમા કરાવી શકશે, જેથી 2000 ની નોટો જમા આવી જાય અને જે સંગ્રહકોરી મોટા નાણાં ચૂકવવા માટે કરવાની હોય તે બહાર આવે ,ત્યારે 2000ની નોટની નોટબંધીથી બજારમાં બે નંબરીયાઓની તેજી ફાટફાટ આવશે.
સરકારે સંગ્રહખોરી કરનારાઓ માટે બિલ સે બહાર નિકાલને કે લિયે ઘણા તરીકા છે ,2000ની નોટો હવે બદલવા અને પાછી આપવા આવશે તો 500ની નોટોની અછત નહી સર્જાય ને?? કારણ કે એક બે હજારની નોટ સામે 500ની ચાર નોટ, જેની પાસે નોટ હશે તે મેળવશે ,ત્યારે એટીએમ ,પેટીએમ, ઓનલાઇન ટ્રાન્જેક્શન વધી જાય તો નવાઈ નહીં ,ત્યારે 2000 ની નોટ નો કરેલો નિર્ણય જોવા જઈએ તો આવકારદાયક છેઓ
નલાઇન ટ્રાન્જેક્શન વધે તેવી શક્યતા, બજારમાં ફરીથી ફાટફાટ તેજી આવે તો નવાઈ નહીં, 2 હજારની નોટ આપો એટલે સામે 500 ની ચાર નોટ મળે, જેથી ચલણમાં 500ની નોટનું ચલણ વધશે ,આવનારા દિવસોમાં 500ની નોટની સંગ્રહખોરી થાય તો નવાઈ નહીં??
ગરીબ મધ્યમ વર્ગ પાસે તો બચત માંડ હોય એટલે તેમને વાંધો નથી ,પણ બે નંબરીઓને વાંધા પડવાના છે, ત્યારે કેશ ટ્રાન્જેક્શન હાલ પૂરતું વધશે પણ ઓનલાઇન ટ્રાન્જેક્શનનુ જોર વધશે