દેશમાં રાજપૂત સમાજ એ પોતાની જાગીર જમીનથી લઈને અનેક આ દેશ માટે પ્રદાન કરી છે ભારત દેશ એ સૌર્ય શક્તિનો દેશ છે ત્યારે ભારતની સંસ્કૃતિ રાષ્ટ્રની અખંડિતતા અને હિંદુત્વના રખેવાળ એવા મહારાણા પ્રતાપની 483 મી જન્મ જયંતી તારીખ 22-5- 2023( સોમવાર)ના રોજ યોજવા જઈ રહી છે આદર્શ પુરુષની જન્મ જયંતી ઉજવવા GJ-18 શહેર જિલ્લામાંથી રાજપૂત સમાજની અનેક સંસ્થાઓએ તડામાર તૈયારી આરંભી દીધી છે ,ત્યારે કાર્યક્રમની રૂપરેખા મુજબ તારીખ 22- 5- 2023 (સોમવાર)ના રોજ શ્રી કચ્છ કાઠીયાવાડ રાજપૂત સેવા સમાજ શ્રી રાજપૂત સમાજ જીજે 18 જિલ્લા રાજપૂત સમાજસેવા ટ્રસ્ટ રાજપૂત મહિલા મંડળ રાજપૂત યુવા વિકાસ પરિષદ ક્ષત્રિય યુવક સંઘ કરણી સેના મહાકાલ સેના તેમજ અન્ય મંડળો વિવિધ સંગઠનો દ્વારા આયોજિત શોભાયાત્રા માટે આ તમામ રાજપૂત સમાજના પરિવારના સભ્યો દ્વારા સવારે 7:15 કલાકે સેક્ટર 12 શ્રી રાજપુત સમાજ ભવન GJ-18 ખાતે એકઠા થશે અને ૮ કલાકે રીલી સ્વરૂપે પ્રસ્થાન કરી જુદા -જુદા વાહનો જેવા કે ખુલ્લી જીપો ,મોટરસાયકલ કાર, ઘોડે સવારોો, સાથે ડીજે વાહન વિશાળ સંખ્યામાં રાજપૂત ભાઈ બહેનો વિદ્યાર્થીઓ પરંપરાગત પરિધાનમાં (સાફા -પાઘડી )સાથે રેલીમાં જોડાશે.
વધુમાં આરેલી રાજપૂત સમાજ ભવનથી નીકળીને પથિક આશ્રમ ઘ ચાર ઘ પાંચ ઘ છ અને પેથાપુર ખાતેના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે પહોંચશે મહારાણા પ્રતાપની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરી સભા કરવામાં આવશે આ સભામાં વિષયાંત ન થાય તે માટે મહારાણા પ્રતાપના શોર્ય અને આમૂલ પરિવર્તનની કાર્યવાહી કરવામાં આવશે
રાજપૂત સમાજ દ્વારા શ્રી કચ્છ કાઠીયાવાડ રાજપૂત સેવા સમાજ જિલ્લા રાજપૂત સેવા સમાજ ટ્રસ્ટ ક્ષત્રિય યુવક સંઘ શ્રી રાજપુત કરણી સેના રાષ્ટ્રીયકરણની સેના, શ્રી રાજપુત સમાજ ,રાજપુત યુવા વિકાસ પરિષદ ,રાજપૂત મહિલા મંડળો, મહાકાલ સેના, અન્ય રાજ્યના GJ-18 સ્થિત રાજપૂત સંગઠનો ના સહયોગ અને સહકારથી મહારાણા પ્રતાપની જન્મ જયંતી ઉજવવા તૈયારીઓ આરંભી છે.
રાજપૂત સમાજ દેશ આઝાદ થયો ત્યારેજમીનો રજવાડું બધું જ આ દેશ માટે અર્પણ કર્યું છે ત્યારે એવા અનેક સૌર્ય ગાથા રાજપૂત સમાજના રાજાઓ માંથી લઈને યુવાનોની છે ત્યારે મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી નિમિત્તે જે ઉજવણી કરવામાં આવી રહી છે તે તમામ મંડળો સંસ્થાઓ એ ભારે પ્રયત્ન આદર્યો છે
]