એક તરફ સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાયરસ (Coronavirus)ની દહેશત ફેલાઈ રહી છે ત્યારે ભારત સરકાર (Central Government) પણ વાયરસને લઈને એલર્ટ (Corona Alert) થઈ ગઈ છે. સરકાર દ્વારા વાયરસ ભારત (India)માં ફેલાયા તે માટે ખાસ અલગ અલગ ગાઇડલાઇન (Guideline) પણ બહાર પાડી છે અને લોકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની પણ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahemedabad Municipal Corporation-AMC) પણ આ વાયરસને લઈને એલર્ટ થઈ ગયું છે અને જાહેર (Public Places)માં થૂંકતા (Spitting) લોકો સામે કડક કાર્યવોહી શરૂ કરી છે. સમાં કોર્પોરેશન દ્વારા જાહેરમાં થૂંકતા 1244 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. આવા લોકો પાસેથી કોર્પોરેશને રૂપિયા 6 લાખ 22 હજાર રૂપિયા દંડ વસૂલ કર્યો છે. અમદાવાદ કોર્પોરેશનની 278 ટીમ શહેરના સાતેય ઝોનમાં સોમવાર વહેલી સવારથી જ કામગીરી શરુ કરી હતી. જેમાં સૌથી વધુ 204 કેસ કરવામાં આવ્યા હતા અને 1 લાખ 2 હજાર દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે સૌથી ઓછા કેસ ઉતર પશ્વિમ ઝોનમાં જોવા મળ્યા હતા. જેમાં 108 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્પોરેશનની આ ટીમ આગામી દિવસોમાં પણ આજ રીતે શહેરના અલગ અલગ ઝોનમાં કામગીરી કરશે.