IT વિભાગમાંથી મોટાભાગના કર્મચારીઓ નોકરી છોડી રહ્યા છે

Spread the love

માત્ર ખાનગી ક્ષેત્રમાંથી જ ડ્રોપ થઈ રહ્યો છે, એવું નથી પણ સરકારના ઈન્કમટેક્સ વિભાગમાંથી પણ કર્મચારીઓ પોતાની નોકરી છોડી રહ્યા છે. કાર્યભાર વધવાને કારણે અને ટેક્સનો ઊંચો ટાર્ગેટ પાર ન પડતો હોવાને કારણે ચાલુ વર્ષે આશરે 24 કર્મચારીઓ ઈન્કમટેક્સ વિભાગમાંથી નોકરી છોડી રહ્યા છે. ઈન્કમટેક્સ વિભાગ ઓફિસર્સ એસો.ના ઉપાધ્યક્ષ ભાસ્કર ભટ્ટાચાર્યએ એજન્સીને જણાવ્યું હતું કે, હાલમાં ઈન્કમટેક્સ વિભાગની સ્થિતિ ખરેખર ખરાબ છે. કામનું પ્રેશર ખૂબ જ વધારે છે. આ જ વર્ષમાં એક સાથે 24 જેટલા કર્મચારીઓ જુદી જુદી પોસ્ટ પરથી છૂટા થઈ રહ્યા છે. ઈન્કમટેક્સ વિભાગમાં જુદા જુદા સ્તર પર 9500 જેટલા અધિકારીઓ નોકરી કરે છે. અત્યાર સુધીમાં ઈન્કમટેક્સ વિભાગે આશરે 5 લાખ કરોડ રૂપિયાનું કેશ ક્લેક્શન કર્યું છે. જે 13.35 લાખ કરોડના કુલ ટાર્ગેટ કરતા અડધું પણ નથી. આ કારણે ટાર્ગેટ પૂરો કરવા માટે દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. જેથી કર્મચારીઓ નોકરી છોડીને જઈ રહ્યા છે. એક તરફ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે, એવામાં ત્રણ દિવસ પહેલા કુલ 37 જગ્યાઓ પર ઈન્કમટેક્સની રેડ પડી હતી. જેમાંથી મોટાભાગના કર્મચારીઓ મુંબઈ મહાનગર પાલિકામાંથી હતા. ચોક્કસ સુત્રો પાસેથી મળેલી માહિતીને ધ્યાને લઈને આ રેડ કરવામાં આવી હતી. આ તમામ લોકો સરકારી યોજનાઓમાંથી કટકી કરીને ફંડ ઊભું કરતા હતા. જેની જાણ ચોક્કસ સુત્રો પાસેથી ઈન્કમટેક્સ વિભાગને મળી હતી. આ રીતે મળી આવેલા ફંડની ગણતરી અલગ રીતે કરવામાં આવે છે. જ્યારે ટેક્સમાંથી મળતા ફંડને વર્ષના હિસાબથી નોંધ કરવામાં આવે છે. મુંબઈમાં થયેલી આ રેડ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગને 735 કરોડ રૂપિયાના ખોટા ટ્રાંઝેક્શન મળી આવ્યા હતા. જેની સામે દસ્તાવેજી પુરાવાઓ પણ ખોટા હતા. 227 સભ્યો ઈન્કમટેક્સના રડારમાં હતા, જેમાંથી 94 કોર્પોરેટર શિવસેના સાથે જોડાયેલા છે. જ્યારે બાકીના 82 ભાજપના છે. એક તરફ ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત થઈ રહી છે, બીજી તરફ એ જ સરકારના અધિકારીઓ સરકારી યોજનાઓમાંથી ફંડ ઊભું કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com